AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના ત્રણ નગર નિગમો એક થશે, કેબિનેટે આપી મંજૂરી

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશનમાં દિલ્હી સરકારની દખલગીરી ઘટાડવા માટે મેયર-ઇન-કાઉન્સિલ સિસ્ટમ અપનાવવામાં આવી શકે છે, જેમાં મેયર અને તેમના કાઉન્સિલરો શહેરના લોકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવશે.

Delhi : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, દિલ્હીના ત્રણ નગર નિગમો એક થશે, કેબિનેટે આપી મંજૂરી
Delhi Municipal Corporation
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:11 PM
Share

કેન્દ્ર સરકારે દિલ્હીના ત્રણેય નગર નિગમોને (Municipal Corporation) એક કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. 2012માં નગરપાલિકાની ચૂંટણી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને (Delhi Municipal Corporation) ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. તે ત્રણ કોર્પોરેશનોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું, દક્ષિણ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઉત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશન. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ત્રણેય મહાનગરપાલિકાઓના એકીકરણની સાથે માત્ર 272 વોર્ડ જ રાખવામાં આવશે, પરંતુ મેયરનો કાર્યકાળ ઓછામાં ઓછો અઢી વર્ષનો થઈ શકે છે. આપને જણાવી દઈએ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ કોર્પોરેશનમાં વિભાજીત કરવાનો પ્રયોગ અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે.

મહાનગરપાલિકાના વિભાજન બાદથી મહાનગરપાલિકાઓની કામગીરીમાં કોઈ ખાસ સુધારો થયો નથી, ઉલટું, કોર્પોરેશનો એવી આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે કે કર્મચારીઓને પગાર ચૂકવવો મુશ્કેલ બન્યો છે. વર્ષ 2011માં જ્યારે શીલા દીક્ષિત દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દિલ્હી વિધાનસભામાં એક ઠરાવ પસાર કર્યો હતો, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. આ પછી 2012માં પ્રથમ વખત ત્રણેય મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. તે સમયે દિલ્હી અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું અને મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું.

મેયર-ઇન-કાઉન્સિલ સિસ્ટમ અપનાવી શકાય છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશનમાં દિલ્હી સરકારની દખલગીરી ઘટાડવા માટે મેયર-ઇન-કાઉન્સિલ સિસ્ટમ અપનાવવામાં આવી શકે છે, જેમાં મેયર અને તેમના કાઉન્સિલરો શહેરના લોકો દ્વારા સીધા જ ચૂંટવામાં આવશે. જો આવું થાય, તો રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલ કરતાં તેમનો પ્રભાવ વધુ હોવાનું માનવામાં આવશે, કારણ કે સીએમ માત્ર એક જ વિધાનસભામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. સાથે જ મેયર અને કાઉન્સિલરોનો કાર્યકાળ લંબાવવાની પણ વિચારણા ચાલી રહી છે.

2017 માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો કેવા હતા

2012ની ચૂંટણીમાં ભાજપે ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જંગી જીત નોંધાવી હતી. ભાજપ 272માંથી 138 બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો, જ્યારે કોંગ્રેસ પક્ષને માત્ર 77 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. 2017 માં, જ્યારે બીજી વખત નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ, ત્યારે ભાજપે એકતરફી જીત મેળવી અને ભાજપની બેઠકોની સંખ્યા 138 થી વધીને 181 થઈ. 2017 માં પ્રથમ વખત મ્યુનિસિપલ ચૂંટણી લડી, આમ આદમી પાર્ટી 49 બેઠકો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસ 31 બેઠકો સાથે ત્રીજા ક્રમે આવી.

આ પણ વાંચો : પંજાબમાં 35,000 હંગામી કર્મચારીઓને કાયમી કરાશે, ગ્રુપ C અને D ના કર્મચારીઓ માટે CM ભગવંત માનની મોટી જાહેરાત

આ પણ વાંચો : Pramod Sawant : 28 માર્ચે ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંત લેશે શપથ, PM મોદી પણ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">