Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનુ આકરું વલણ, કહ્યુ ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન

એર પોલ્યુશન દિલ્હી NCR: વાયુ પ્રદૂષણ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુનાવણી પહેલા હરિયાણા સરકારે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે.

Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનુ આકરું વલણ, કહ્યુ ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન
Supreme Court ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:08 PM

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) વાયુ પ્રદૂષણને (Air pollution) કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પ્રદૂષણનું સ્તર હજુ પણ ‘ખૂબ જ ખરાબ’ સ્તર પર છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરવામાં આવી હતી, જેની આજે બુધવારે ફરી સુનાવણી હાથ ધરાઈ છે. આ પહેલા સોમવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને (Central Government) વાયુ પ્રદૂષણ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવવા કહ્યું હતું. આ સાથે જ દિલ્લીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રદુષણની માત્રા વધવા પાછળ માત્ર પરાળને સળગાવવાને જ જવાબદાર જણાવતા, કોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે એફિડેવિટ ( Affidavit ) દ્વારા જણાવ્યુ છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં દિલ્લીમાં કેન્દ્ર દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો, રોજબરોજ દોડતા કુલ વાહનોનો એક નાનો હિસ્સો છે. આ વાહનો પર પ્રતિબંધ મુકવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે.

કેન્દ્રનું કહેવું છે કે ઘરેથી કામ (Work from home ) કરવાથી વાયુ પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે. કેન્દ્રએ તેના કર્મચારીઓને ઓફિસમાં આવવા-જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ કરવાને બદલે કાર પુલિગનો આશરો લેવાની સલાહ આપી છે, જેથી રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડી શકાય.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

પ્રદૂષણ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર આખુ વર્ષ શું કરે છે ? – ​​કોર્ટ ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું કે ઓક્ટોબર-નવેમ્બરમાં વાયુ પ્રદૂષણ દિલ્હીને ગૂંગળાવી નાખે છે. કેન્દ્ર અને દિલ્હી સરકાર આખા વર્ષ દરમિયાન પ્રદૂષણ નાથવા માટે શું કરો છો ? શુ ત્યારે ખબર નથી પડતી કે શુ કરવાનુ છે. જ્યારે, CJI રમણાએ સિંઘવીને કહ્યું કે તમે વારંવાર રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યા છો. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છો.

ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન : જસ્ટિસ સૂર્યકાન્ત દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જો નવેમ્બરમાં પરાળીનું ઘણું પ્રદૂષણ છે, તો તેને અવગણી શકાય નહીં. IIT કાનપુરે અમને સૂચન કર્યું છે કે આને નિયંત્રિત કરવું જરૂરી છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ખેડૂતોએ પરાળી કેમ બાળવી પડે છે? ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતોને દોષ આપવાનું ખૂબ જ સરળ છે. તમારી પાસે ખેડૂતોને મશીનો આપવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે કાનપુર IIT દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર વિશ્વાસ કરી શકાય નહીં કારણ કે ફટાકડા પ્રદૂષણની યાદીમાં 15મા ક્રમે છે.

આ પણ વાંચોઃ શરૂઆતમાં લોકોએ બબીતાના કેરેક્ટરમાં મુનમુન દત્તાને પસંદ કરી ન હતી, તારક મહેતા સિવાય એક્ટ્રેસ કોઇ પ્રોજેક્ટમાં જોવા મળી નથી

આ પણ વાંચોઃ Weather: અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયુ લો પ્રેશર, કેરળ-કર્ણાટક સહિત સાત રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">