વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઉત્તરાખંડમાં 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં કેદારનાથ પુનઃનિર્માણ અને ચારધામને જોડતા રસ્તા માટેનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઉત્તરાખંડમાં 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 6:20 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે દેહાદુનના પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા અને 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીની છેલ્લા ત્રણ મહિનામાં ઉત્તરાખંડની આ ત્રીજી મુલાકાત છે. પીએમ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી રેલી પહેલા 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં કેદારનાથ પુનઃનિર્માણ અને ચારધામને (Char Dham) જોડતા રસ્તા માટેનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સામેલ છે.

આ દરમિયાન પીએમ મોદી ઉત્તરાખંડને (Uttarakhand) વધુ એક મેડિકલ કોલેજ ગિફ્ટ કરી. તેમણે કુંભનગરી હરિદ્વાર ખાતે રૂ. 538 કરોડના ખર્ચે આધુનિક મેડિકલ કોલેજનો (Medical College) શિલાન્યાસ પણ કર્યો હતો. તેનાથી યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે, દર્દીઓને વધુ સારી તબીબી સુવિધાઓ મળશે. 1695 કરોડના ખર્ચે પૌંટા સાહિબથી બલ્લુપુર ચોક સુધીના રસ્તાનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. આ 50 કિલોમીટર લાંબા રૂટના નિર્માણથી હિમાચલ પ્રદેશથી દહેરાદૂન સુધીની મુસાફરી સરળ બની જશે.

2 હજાર કિલોમીટરથી વધુ નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું પીએમ મોદીએ કહ્યું કે આપણા પર્વતો, આપણી સંસ્કૃતિ માત્ર આસ્થાના ગઢ નથી, તે આપણા દેશની સુરક્ષાના કિલ્લા પણ છે. પહાડોમાં રહેતા લોકો માટે જીવન સરળ બનાવવું એ દેશની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. તેમણે કહ્યું કે 2007 થી 2014 વચ્ચે કેન્દ્ર સરકારે સાત વર્ષમાં ઉત્તરાખંડમાં માત્ર 288 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવ્યા. જ્યારે અમારી સરકારે તેના સાત વર્ષમાં ઉત્તરાખંડમાં 2 હજાર કિલોમીટરથી વધુનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તમારા સપનાને સાકાર કરવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ વડાપ્રધાને કહ્યું કે એક સમય એવો હતો જ્યારે પહાડો પર રહેતા લોકો વિકાસની મુખ્ય ધારામાં જોડાવાનું સપનું જ જોતા હતા, તેમાં પેઢીઓ વીતી ગઈ. પણ જ્યારે કંઈક કરવાનો જુસ્સો હોય ત્યારે દેખાવ પણ બદલાય છે અને અભિગમ પણ બદલાય છે. તમારા આ સ્વપ્નને સાકાર કરવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ.

ઉત્તરાખંડે હોમ-સ્ટે બનાવીને આખા દેશને દિશા બતાવી વડાપ્રધાને કહ્યું કે અમે કહ્યું છે કે અમે જે પણ યોજનાઓ લાવીએ છીએ, અમે ભેદભાવ વિના, દરેક માટે લાવશું. અમે વોટબેંકના રાજકારણને આધાર બનાવ્યો નથી પરંતુ લોકોની સેવાને પ્રાથમિકતા આપી છે. અમારો અભિગમ હતો કે દેશને મજબૂત બનાવવો છે. હોમ-સ્ટે હવે ઉત્તરાખંડના લગભગ દરેક ગામમાં પહોંચી ગયા છે. લોકો અહીં સફળતાપૂર્વક હોમ-સ્ટે ચલાવી રહ્યા છે. ઉત્તરાખંડ હોમ-સ્ટેના નિર્માણમાં, સુવિધાઓના વિસ્તરણમાં સમગ્ર દેશને દિશા બતાવી શકે છે. આવા ફેરફારો ઉત્તરાખંડને આત્મનિર્ભર બનાવશે.

આ પણ વાંચો : Farmer Protest: SKM એ સરકારને મોકલ્યા 702 મૃત ખેડૂતોના નામ, ખેડૂત નેતાઓએ કહ્યું- માંગણીઓ પૂરી થયા બાદ જ અહીંથી જઈશું

આ પણ વાંચો : કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">