કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?

ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમના શાસન દરમિયાન જે વિસ્તારોમાંથી આતંકવાદનો સફાયો થયો હતો ત્યાં ફરી આતંકવાદ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ બહારથી આવ્યા નથી.

કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 2:29 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના (Omar Abdullah) કલમ 370 પરના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, કાશ્મીરમાં છેલ્લા 75 વર્ષથી કલમ 370 લાગુ છે, તો પછી શા માટે શાંતિ નથી? જો શાંતિ અને કલમ 370 વચ્ચે કોઈ સંબંધ હોય તો શું કલમ 370 1990માં લાગુ ન હતી?

ગૃહમંત્રીએ કહ્યું કે અમારી સામે એવી વાતો ચાલી રહી હતી કે લાંબા સમયથી કર્ફ્યુ (Curfew) લાદવામાં આવ્યો હતો અને ઇન્ટરનેટ બંધ હતું. પરંતુ હું જમ્મુ-કાશ્મીર ગયો અને ત્યાંના યુવાનોને પૂછ્યું કે જો અમે કર્ફ્યુ ખોલ્યો હોત તો કોણ મરી ગયું હોત? જવાબ મળ્યો, અમે મરતા, એટલે કે, અમે યુવાન મરીએ છીએ. યુવાનોએ મને કહ્યું કે સરકારે કર્ફ્યુ લગાવીને અમને બચાવ્યા છે.

એક કાર્યક્રમમાં હાજર રહેલા ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યારે જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે, જે પ્રકારનો કાયદો અને વ્યવસ્થા હવે ત્યાં સર્જાઈ છે, તેના કારણે ત્યાં પર્યટન પણ વધ્યું છે. જમ્મુ અને કાશ્મીર આજે જન કલ્યાણકારી યોજનાઓનો લાભ ત્યાંના લોકો સુધી પહોંચાડવામાં સારું પ્રદર્શન કરી રહ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે 370 (Article 370) નાબૂદ થયા પછી કહેવામાં આવ્યું હતું કે અંબાણી, ટાટા અને અદાણી રોકાણ લાવશે, જેનાથી રોજગારની તકો ઊભી થશે, પરંતુ એવું કંઈ થયું નહીં. પ્રોજેકટથી પણ સ્થાનિક લોકોને રોજગારી મળી રહી નથી.

પરિસ્થિતિ બગાડવાનો આરોપ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમના શાસન દરમિયાન જે વિસ્તારોમાંથી આતંકવાદનો સફાયો થયો હતો ત્યાં ફરી આતંકવાદ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓ (Terrorists) બહારથી આવ્યા નથી, પરંતુ કાશ્મીરના યુવાનો, જેઓ ગુસ્સા અને અન્ય કારણોસર હથિયાર ઉઠાવે છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સ્થિતિ બગાડી છે. ઓમર અબ્દુલ્લાએ ત્યાં સુધી કહ્યું કે જો કોંગ્રેસ (Congress) તૈયાર નહીં થાય તો નેશનલ કોન્ફરન્સ કલમ 370ની પુનઃસ્થાપના માટે પોતે જ લડશે.

આ પણ વાંચો : Navy Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને પાઠવી શુભેચ્છા, કહ્યુ “નૌકાદળના યોગદાન પર અમને ગર્વ “

આ પણ વાંચો : વિદેશી દુશ્મનોના દાંત ખાટા કરી નાખવા હવે સ્વદેશી હથિયારો જ કાફી છે, અમેઠીમાં 5 લાખ એસોલ્ટ રાઈફલ બનાવવાની યોજનાને મંજુરી

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">