Farmer Protest: SKM એ સરકારને મોકલ્યા 702 મૃત ખેડૂતોના નામ, ખેડૂત નેતાઓએ કહ્યું- માંગણીઓ પૂરી થયા બાદ જ અહીંથી જઈશું

BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે એક મોટું નિવેદન આપ્યું છે કે દિલ્હી-NCRની ચાર સરહદો (સિંઘુ, શાહજહાંપુર, ટિકરી અને ગાઝીપુર) પર એક વર્ષથી ખેડૂતોનો વિરોધ હજુ સમાપ્ત થશે નહીં.

Farmer Protest: SKM એ સરકારને મોકલ્યા 702 મૃત ખેડૂતોના નામ, ખેડૂત નેતાઓએ કહ્યું- માંગણીઓ પૂરી થયા બાદ જ અહીંથી જઈશું
Delhi - Farmers Meeting
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 2:47 PM

રાજધાની દિલ્હીમાં (Delhi) સંયુક્ત કિસાન મોરચાની (SKM) એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે એટલે કે આજે સિંઘુ બોર્ડર (Singhu Border) પર ચાલી રહી છે. જેમાં આંદોલનના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકાશે. હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ સિંહ પણ બેઠકમાં ભાગ લેવા માટે સિંઘુ બોર્ડર પહોંચ્યા છે. આ બેઠકમાં BKUના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત, બલવીર સિંહ રાજેવાલ, અશોક ધવલે, શિવકુમાર કાકા અને જોગેન્દ્ર સિંહ ઉગ્રાહા હાજર છે.

દરમિયાન, સંયુક્ત કિસાન મોરચા (SKM) સંકલન સમિતિના સભ્ય ડૉ. દર્શન પાલે જણાવ્યું હતું કે SKM એ 702 ખેડૂતોના નામ કૃષિ સચિવને મોકલ્યા છે, જેમણે આંદોલન દરમિયાન જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તમામ 6 માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી. સરકાર દ્વારા શું પ્રગતિ થઈ છે, બેઠકમાં ચર્ચા બાદ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવશે.

બધા લોકો સાથે મળીને આંદોલનમાં આવ્યા હતા અને સાથે જ પાછા પણ જશે. ખેડૂત આગેવાને કહ્યું કે તમામ માંગણીઓ પૂર્ણ થયા બાદ જ અમે અહીંથી જઈશું. જો કે આજે એસકેએમની બેઠકમાં ખેડૂતોના આંદોલનની (Farmers Protest) આગળની રણનીતિ નક્કી થવાની છે. હરિયાણાના સંગઠનો ગઈકાલે સીએમ ખટ્ટરને મળ્યા હતા અને તે પછી આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક પહેલા હરિયાણાના સંગઠનો એકબીજા સાથે બેઠક કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આંદોલન આજે સમાપ્ત થશે નહીં – રાકેશ ટિકૈત BKU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) એક મોટું નિવેદન આપ્યું છે કે દિલ્હી-NCRની ચાર સરહદો (સિંઘુ, શાહજહાંપુર, ટિકરી અને ગાઝીપુર) પર એક વર્ષથી ખેડૂતોનો વિરોધ હજુ સમાપ્ત થશે નહીં. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે હવે લોકોને જામમાંથી રાહત મળવાની નથી.

દેશમાં ખેડૂતોની આવક વધી રહી છે – નરેન્દ્ર તોમર જણાવી દઈએ કે, શુક્રવારે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ઉત્તર પ્રદેશ સહિત દેશમાં ખેડૂતોની આવક વધી રહી છે. આ દરમિયાન રાજ્યસભામાં માહિતી આપતાં તોમરે કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક વધારવાની વ્યૂહરચના સાથે વિવિધ કાર્યક્રમો, યોજનાઓ અને નવી નીતિઓ લાગુ કરી રહી છે.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારની મદદ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પીએમ-કિસાન યોજના હેઠળ, 1 ડિસેમ્બર, 2021 સુધીમાં, કુલ 2,56,57,436 ખેડૂતોને લાભ મળ્યો છે અને લગભગ 38,031 કરોડ રૂપિયા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?

આ પણ વાંચો : Navy Day : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનોને પાઠવી શુભેચ્છા, કહ્યુ “નૌકાદળના યોગદાન પર અમને ગર્વ “

g clip-path="url(#clip0_868_265)">