Jammu kashmir : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુમાં, 2000 શહીદોના પરિવારોનું કરશે સન્માન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમ બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે.

Jammu kashmir : રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુમાં, 2000 શહીદોના પરિવારોનું કરશે સન્માન
Rajnath Singh (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 6:48 AM

રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) આજે જમ્મુની મુલાકાત લેશે. તેઓ પોલીસ સ્ટેડિયમ ગુલશન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં બે હજાર શહીદોના પરિવારોનું સન્માન કરશે. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમ 947થી દેશની આંતરિક અને સરહદની રક્ષા કરતી વખતે સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોના સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરશે.

કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર કરવાનું, ટેન્ટ લગાવવાનું કામ આખો દિવસ ચાલુ રહ્યું હતું. 10,000 લોકો બેસી શકે તેવી ખુરશીઓ ગોઠવવામાં આવી છે. જો રવિવારે ભારે વરસાદ પડશે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ગુલશન ગ્રાઉન્ડના (Gulshan Ground) ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કારગિલ વિજય દિવસ (Kargil Victory Day) અને આઝાદીના 75 વર્ષ નિમિત્તે આરએસએસ સંલગ્ન સંગઠન જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમ દ્વારા આયોજિત કાર્યક્રમમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ હાજર રહેશે.

ફોરમના પ્રમુખ રમેશ ચંદ્ર સભરવાલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબોલે મુખ્ય વક્તા હશે. તેઓ શહીદોના પરિવારજનોને શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરશે. આ માટે લગભગ બે હજાર પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 1947થી દેશની આંતરિક અને સરહદની રક્ષા કરતી વખતે સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોના સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ચૂંટણીની તૈયારીઓની પણ જાણકારી લેશે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમ બાદ બીજેપી પ્રદેશ અધ્યક્ષ અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરશે. જો કે રાજનાથ સિંહ બપોરે નવી દિલ્હી જવા રવાના થશે. જ્યારે, દત્તાત્રેય હોસાબલે થોડા દિવસો જમ્મુમાં રોકાશે, સંઘની ગતિવિધિઓની સમીક્ષા કરવા ઉપરાંત ભાજપ અને અન્ય સંગઠનોના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">