AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે પાકિસ્તાન અને ચીન પર ભારતની રહેશે બાજ નજર, સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી

ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ડ્રોન સહિતની તેની દેખરેખ સંપત્તિને મજબૂત કરવા સાથે ક્ષમતાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહી છે.

હવે પાકિસ્તાન અને ચીન પર ભારતની રહેશે બાજ નજર, સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી
Surveillance Satellite (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 7:35 AM
Share

Surveillance Satellite : સંરક્ષણ મંત્રાલયે (Defence Ministry) મંગળવારે પાકિસ્તાન અને ચીન સરહદ (Pakistan China Border) પર નજર રાખવા માટે સર્વેલન્સ સેટેલાઇટ માટે 4000 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ સેટેલાઇટથી ભારતીય સેના(Indian Army)  સરહદ પર નજર રાખી શકશે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

આ સેટેલાઈટ ભારતીય સેનાને મદદ કરશે

સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે,ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકે ભારતીય સેના માટે ભારતમાં સમર્પિત સેટેલાઇટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેટેલાઇટ GSAT 7B માટેનો પ્રોજેક્ટ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવશે અને ભારતીય સેનાને મદદ કરશે.સેનાએ સરહદી વિસ્તારોમાં પોતાની દેખરેખ વધારી દીધી છે.

ભારતીય નૌકાદળ અને વાયુસેના પાસે પહેલેથી જ પોતાના સમર્પિત ઉપગ્રહો છે જે ભારતીય સેનાને ક્ષમતા હાંસલ કરવામાં મદદ કરશે. એપ્રિલ-મે 2020 થી ચીન સાથેના સૈન્ય અવરોધ પછી, ભારતીય સેના ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ડ્રોન સહિતની તેની સર્વેલન્સ સંપત્તિઓને મજબૂત કરવા સાથે ક્ષમતાઓને અપગ્રેડ કરવાની દિશામાં કામ કરી રહી છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ISRO દ્વારા નિર્મિત ઉપગ્રહ દેશમાં સ્વદેશી ઉદ્યોગોના વિકાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં પણ મદદ કરશે.

380.43 કરોડની ખરીદી માટે મંજૂરી

તમને જણાવી દઈએ કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની (Rajnath Singh) અધ્યક્ષતામાં સંરક્ષણ અધિગ્રહણ પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેશના સશસ્ત્ર દળોને પ્રોત્સાહન આપવા માટે 8,357 કરોડના મૂડી સંપાદનની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. એક નિવેદનમાં જણાવાયું છે કે ‘બાય ઈન્ડિયા’ શ્રેણી હેઠળના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે આજે ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ (iDEX) સ્ટાર્ટઅપ્સ/MSMEs પાસેથી 380.43 કરોડની 14 વસ્તુઓની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ વસ્તુઓ આર્મી, નેવી, એરફોર્સ દ્વારા ખરીદવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે એક્વિઝિશન કાઉન્સિલે ડિફેન્સ એક્સેલન્સ (iDEX) સ્ટાર્ટઅપ્સ/MSMEs માટે નવી સરળ પ્રક્રિયાને પણ મંજૂરી આપી છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સાથે વાત કરી, યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">