રાજનાથ સિંહે ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા, કહ્યું- ચીનનો સામનો કરવા ભારત પાસે છે ઈચ્છાશક્તિ અને ક્ષમતા
ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ (Florence Parly) પણ કહ્યું હતું કે બેઇજિંગ સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં, ખાસ કરીને દક્ષિણ ચીન સાગરમાં વધુ આક્રમક બની રહ્યું છે.
Annual Defence Dialogue: ભલે ચીન (China) નિયમો અને સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને કાયરતાપૂર્ણ કૃત્યો કરવાનું ચાલુ રાખે છે, પરંતુ ભારત હંમેશા તેને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. ભારતે શુક્રવારે ફ્રાન્સને (France) કહ્યું હતું કે તેની સરહદો પર ચીન દ્વારા કોઈપણ દુ:સાહસનો સામનો કરવા તેની પાસે રાજકીય ઈચ્છાશક્તિ અને ક્ષમતા છે. ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ (Florence Parly) પણ કહ્યું હતું કે બેઇજિંગ સમગ્ર હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં, ખાસ કરીને દક્ષિણ ચીન સાગરમાં વધુ આક્રમક બની રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્રાન્સ સાથેના વાર્ષિક સંરક્ષણ સંવાદમાં (ADD) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે (Rajnath Singh) તમામ દ્વિપક્ષીય કરારોનું ઉલ્લંઘન કરીને પૂર્વી લદ્દાખમાં યથાસ્થિતિને બદલવાના ચીનના એકપક્ષીય પ્રયાસો સામે જમીન પર યોગ્ય પ્રતિકાર વિશે જણાવ્યું હતું. સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતા કરોડો રૂપિયાના ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) મુદ્દો, અફઘાનિસ્તાનમાં ઉથલપાથલ અને આ ક્ષેત્રમાંથી ઉદ્ભવતા આતંકવાદના વધતા જોખમનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ ભારત અને ફ્રાન્સે અનેક વ્યૂહાત્મક અને સંરક્ષણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે, દ્વિપક્ષીય, પ્રાદેશિક અને સંરક્ષણ ઔદ્યોગિક સહકાર, બંને દેશો વચ્ચે ભાવિ સહયોગ, સંરક્ષણ ઔદ્યોગિક સહકાર સહ-ઉત્પાદન, આતંકવાદનો સામનો, દરિયાઈ સુરક્ષા, માહિતી પર નજીકથી સંકલન કરવા માટેના પગલાંની ચર્ચા કરી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી આજે પહેલા કરતા વધુ પ્રાસંગિક છે. ADDમાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને સંરક્ષણ-ઔદ્યોગિક સહયોગ જેવા મુદ્દાઓની વ્યાપક શ્રેણીની ચર્ચા કરવામાં આવી હતી.
ચીન સાથે સહકારની જરૂર અગાઉ, એક કાર્યક્રમમાં બોલતા પાર્લેએ કહ્યું હતું કે ચીન જેવા મોટા દેશ સાથે ક્લાઈમેટ ચેન્જ સામે લડવા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગની જરૂર છે. તેમણે કહ્યું, ચીન વેપાર અને વાણિજ્યમાં ભાગીદાર છે. પરંતુ આપણે એ પણ જોઈએ છીએ કે ચીન આ ક્ષેત્રમાં વધુને વધુ આક્રમક બની રહ્યું છે અને ખાસ કરીને (દક્ષિણ) ચીન સાગરમાં આવું થઈ રહ્યું છે.
ફ્રાન્સના મંત્રી પીએમ નરેન્દ્ર મોદી અને NSA અજીત ડોભાલને પણ મળ્યા છે. તેમણે હિંદ-પેસિફિકને બધા માટે નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા સાથે એક ખુલ્લો, મુક્ત અને સમાવેશી પ્રદેશ બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : Ganga Expressway: પીએમ નરેન્દ્ર મોદીએ ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો, યુપીની સાથે આ રાજ્યોને પણ થશે ફાયદો