AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganga Expressway: પીએમ નરેન્દ્ર મોદીએ ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો, યુપીની સાથે આ રાજ્યોને પણ થશે ફાયદો

ગંગા એક્સપ્રેસવે મેરઠ-બુલંદશહર રોડ (NH-334) પર મેરઠ જિલ્લાના બિજૌલી ગામ નજીકથી શરૂ થશે અને પ્રયાગરાજ બાયપાસ (NH-19) પર પ્રયાગરાજ જિલ્લામાં જુડાપુર દાંદૂ ગામ નજીક સમાપ્ત થશે.

Ganga Expressway: પીએમ નરેન્દ્ર મોદીએ ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો, યુપીની સાથે આ રાજ્યોને પણ થશે ફાયદો
PM Narendra Modi Laid Foundation Stone OF Ganga Expressway
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 2:04 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) યુપી શાહજહાંપુરમાં ગંગા એક્સપ્રેસ વેનો (Ganga Expressway) શિલાન્યાસ કર્યો. આ રાજ્યનો સૌથી મોટો એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આનાથી રાજ્યના આર્થિક વિકાસ (Economic Development) અને રોજગારનો નવો માર્ગ ખુલશે. આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 594 કિલોમીટર હશે અને આ ગંગા એક્સપ્રેસ વે દેશના સૌથી ફળદ્રુપ વિસ્તારોમાંથી પસાર થશે.

NCR, હરિયાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અન્ય ઘણા રાજ્યોના લોકોને પણ તેનો લાભ મળવાનો છે. જણાવી દઈએ કે આ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના 12 જિલ્લામાંથી પસાર થશે, તેથી આ વિસ્તારના ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે.

ગઢમુક્તેશ્વરમાં બનશે બ્રિજ ગંગા એક્સપ્રેસવેનો અડધાથી વધુ ભાગ પશ્ચિમ યુપીના મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં અને શાહજહાંપુર જિલ્લામાંથી પસાર થશે. હાલમાં હાપુડ અને બુલંદશહેર સહિત અન્ય જિલ્લાના લોકોની અવરજવર માટે ગઢમુક્તેશ્વરમાં બીજો પુલ બનાવવામાં આવશે. શાહજહાંપુરની સામે, આ એક્સપ્રેસ વે હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ જશે. એક્સપ્રેસ વે માટે હવે 94 ટકા જમીન ખરીદવાની પ્રક્રિયા થઈ ગઈ છે.

પ્લેન લેન્ડિંગ માટે એરસ્ટ્રીપ ગંગા એક્સપ્રેસ વે પર એરફોર્સના એરક્રાફ્ટના ઈમરજન્સી લેન્ડિંગ અને ટેક-ઓફ માટે શાહજહાંપુર જિલ્લામાં 3.5 કિમીનો રનવે પણ બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ વે સાથે ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. જ્યારે ગંગા એક્સપ્રેસ વે માટે જમીન ખરીદવામાં આવી રહી હતી, તે સમયે સમગ્ર દેશમાં કોરોનાની લહેર ચરમસીમાએ ચાલી રહી હતી. આમ છતાં માત્ર એક વર્ષમાં ગંગા એક્સપ્રેસ વે માટે 83 હજાર ખેડૂતો પાસેથી 94 ટકા જમીન ખરીદવામાં આવી છે.

એક્સપ્રેસ વેના નિર્માણ સાથે, એનસીઆરમાં લોકોની પહોંચ પણ સરળ બનશે અને વિસ્તારના આંતરિક સ્ટેશનો અને બસ ડેપો સાથે કનેક્ટિવિટીમાં સુધારો થશે. એવું માનવામાં આવે છે કે 2025 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે.

એક્સપ્રેસ વે 6 લેન પહોળો હશે પ્રવેશ નિયંત્રિત ગંગા એક્સપ્રેસવે મેરઠ-બુલંદશહર રોડ (NH-334) પર મેરઠ જિલ્લાના બિજૌલી ગામ નજીકથી શરૂ થશે અને પ્રયાગરાજ બાયપાસ (NH-19) પર પ્રયાગરાજ જિલ્લામાં જુડાપુર દાંદૂ ગામ નજીક સમાપ્ત થશે. આ એક્સપ્રેસ વે 6 લેન પહોળો હશે. ભવિષ્યમાં તેને 8 લેન સુધી વિસ્તારી શકાશે.

આ પણ વાંચો : Ganga Expressway: કોને થશે ફાયદો અને કયા શહેરોમાંથી પસાર થશે ગંગા એક્સપ્રેસ વે, જાણો તેની ખાસ વાતો

આ પણ વાંચો : Punjab Assembly Election: ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ તેમની પાર્ટીની જાહેરાત કરી, ‘સંયુક્ત સંઘર્ષ પાર્ટી’ની કરી રચના

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">