ભારતનું બજેટ જોઈને પાકિસ્તાન-ચીન પડ્યા ચિંતામાં, સરકારે સેના માટે બનાવ્યો છે આ પ્લાન

નાણાકીય વર્ષ 2024-25 માટે રક્ષા બજેટ 6.2 લાખ કરોડ રૂપિયા છે. જેમાં 1.41 લાખ કરોડ રૂપિયાના ડિફેન્સ પેન્શન પણ સામેલ છે, જે ગયા નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવેલા 5.94 લાખ કરોડ રૂપિયાથી માત્ર 4.3 ટકા વધારે છે.

ભારતનું બજેટ જોઈને પાકિસ્તાન-ચીન પડ્યા ચિંતામાં, સરકારે સેના માટે બનાવ્યો છે આ પ્લાન
Follow Us:
| Updated on: Feb 02, 2024 | 2:19 PM

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના વચગાળાના બજેટમાં સેનાને મજબૂત કરવા માટે ડિફેન્સમાં વધારો કર્યો છે. આ બજેટને જોઈને ચીન અને પાકિસ્તાન પણ ચિંતામાં આવી ગયા છે. ડિફેન્સ બજેટમાં 6.17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ઈસ્ટર્ન લદ્દાખમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર ચીનની સાથે ચાલી રહેલી ગતિવિધિ અને ગયા વર્ષે જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળ પર ઘણા આતંકી હુમલાઓના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

તે સિવાય આ નાણાકીય વર્ષના રક્ષા બજેટમાં સેના, નૌકાદળ અને ભારતીય વાયુ સેનાને કેટલુ બજેટ ફાળવવામાં આવ્યું છે, તે વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. નાણાકીય વર્ષ 2024-25 માટે રક્ષા બજેટ 6.2 લાખ કરોડ રૂપિયા છે. જેમાં 1.41 લાખ કરોડ રૂપિયાના ડિફેન્સ પેન્શન પણ સામેલ છે, જે ગયા નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવેલા 5.94 લાખ કરોડ રૂપિયાથી માત્ર 4.3 ટકા વધારે છે. ખાસ વાત એ છે કે આ વખતે ડિફેન્સ બજેટ દેશના કુલ બજેટમાં 13.04 ટકા હિસ્સો ધરાવે છે.

ડિફેન્સમાં ઈનોવેશન પર જોર

નાણાપ્રધાને તેમના ભાષણમાં ટેક સેવી યૂથ અથવા કંપનીઓને ડીપ ટેક્નોલોજી માટે લોન્ગ ટર્મ લોન આપવાની જાહેરાત કરી. સાથે જ ડિફેન્સ સેક્ટરમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટ-અપને ટેક્સમાં ફાયદો આપ્યો છે. 2024-25 માટે 3 ડિફેન્સ સર્વિસ માટે કેપિટલ બજેટ એલોકેશન 1.72 લાખ કરોડ રૂપિયા છે. જે પાછલા નાણાકીય વર્ષમાં 1.62 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. સુત્રો મુજબ ડિફેન્સ બજેટમાં સામાન્ય વધારાનું મુખ્ય કારણ આર્મ્ડ ફોર્સેસ દ્વારા લિમિટેડ નવા કોન્ટ્રાક્ટ પર સાઈન કરવા અને શેડ્યુલ પેમેન્ટ અને ડિલિવરીમાં ઘટાડો છે. તે 2023-24ના કેપિટલ બજેટના 1.57 લાખ કરોડ રૂપિયાના રિવાઈઝ્ડ એસ્ટીમેટમાં પણ રિફ્લેક્ટ થઈ રહ્યું છે, જે નાણાકીય વર્ષમાં ફાળવવામાં આવેલા 1.62 લાખ કરોડ રૂપયિાથી ઓછુ હતું.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

રક્ષા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે આ બજેટથી હાલના Su-30 કાફલાને વધારવામાં આવશે. સાથે જ મિગ-29 માટે એડવાન્સ એન્જિનનું અધિગ્રહણ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સી295 અને મિસાઈલ સિસ્ટમના અધિગ્રહણને ફંડ આપવામાં આવશે. જાણકારી મુજબ ડેક બેસ્ડ ફાઈટર પ્લેન, સબમરીન, જેન નેકસ્ટના સર્વે વેસલ્સ જેવા પ્રોજેક્ટસને પુરા કરવામાં આવશે. ડિફેન્સનું ઓવરઓલ રેવેન્યૂ બજેટ, જેમાં આર્મ્ડ ફોર્સની સેલરી અને એલાઉન્સની સાથે ફ્યૂલ, દારૂ-ગોળો અને મેઈનટેનન્સનો ખર્ચ પણ સામેલ છે.

આ તમામ વસ્તુઓ માટે 2.82 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગયા નાણાકીય વર્ષમાં 2.7 લાખ કરોડ રૂપિયાથી થોડુ વધારે છે. તેમાં 3 સેનાઓ માટે અગ્નિપથ યોજના માટે 5979 કરોડ રૂપિયાની જોગવાઈ પણ સામેલ છે. રક્ષા મંત્રાલયે કહ્યું કે પગારથી અલગ રેવેન્યુ ખર્ચ માટે 92,088 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જે નાણાકીય વર્ષ 2022-23ના મુકાબલે 49 ટકા વધારે છે.

આ બજેટમાં વધારો

બજેટમાં 13,700 ફૂટની ઉંચાઈ પર લદ્દાખમાં ન્યોમા હવાઈ વિસ્તારનો વિકાસ, અંદમાન અને નિકોબાર દ્વીપમાં ભારતની દક્ષિણી પંચાયત માટે સ્થાયી પુલ કનેક્ટિવિટી, હિમાચલ પ્રદેશમાં 4.1 કિલોમીટર રણનીતિ રૂપથી મહત્વપૂર્ણ શિંકૂ લા સુરંગ, અરૂણાચલ પ્રદેશમાં નેચિપુ સુરંગ અને ઘણા પ્રોજેક્ટસ સામેલ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને 7651.8 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે 2023-24 કરતા 6.31 ટકા વધારે છે.

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">