AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Mocha: મોચા ચક્રવાત ફેરવાયું ભીષણ વાવાઝોડામાં, બંગાળના દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ

ચક્રવાત મોચા: 14 મેના રોજ, ચક્રવાતી વાવાઝોડા મોચાએ મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તાર સિત્તવેમાં તબાહી મચાવી હતી. તદઉપરાંત બંગાળમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને દરિયાની નજીક ન જાય તે માટે નિયમો જાહેર કર્યા છે.

Cyclone Mocha: મોચા ચક્રવાત ફેરવાયું ભીષણ વાવાઝોડામાં, બંગાળના દરિયાકાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 1:06 PM
Share

તોફાની વાવાઝોડું ‘મોચા‘ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ મોચા વાવાઝોડા દરમિયાન 9 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 14 મે રવિવારના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા પર ચક્રવાત મોચાએ દસ્તક આપી હતી. પશ્ચિમ બંગાળમાં ડિઝાસ્ટર મેનેઝમેન્ટ ફોર્સના જવાનોને પણ એલર્ટ આપવામાં આવ્યું હતું.

મળેલ માહિતી મુજબ, પૂર્વા મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર છે. પીટીઆઈ દ્વારા જણાવેલ અહેવાલ મુજબ ડાઇવર્સ સહિત એનડીઆરએફની ટીમો સાથે, દિઘા-મંદારમણીના દરિયાકાંઠાના વિસ્તારો પણ એલર્ટ પર છે. તેમજ વિભાગે લોકોને દરિયાની નજીક ન જવાના નિયમો જાહેર કર્યા છે.

આપત્તિનો સામનો કરવા માટે ટીમ તૈનાત

વિભાગે લોકો પર નજર રાખવા માટે બકખલી બીચ પર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપના 100 થી વધુ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ સુંદરવનના બંધોમાં તિરાડો પડી ગઈ છે. જેથી સાવચેતીના ભાગરૂપે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Manipur Violence: તણાવ વચ્ચે CM બિરેન સિંહ દિલ્હીમાં અમિત શાહને મળ્યા, પરિસ્થિતિ અંગે આપી માહિતી

પ્રવાસીઓને દરિયાની નજીક જવાની પરવાનગી નથી

દરિયાની નજીક જતાં લોકોને રોકવા માટે પોલીસ અને પ્રશાસન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહ્યા છે. NDRF ટીમના સભ્ય વિકાસ સાધુએ કહ્યું કે અમે પ્રવાસીઓને સમુદ્રની નજીક જવાની મંજૂરી નથી આપી રહ્યા, જ્યાં જોરદાર મોજા ઉછળી રહ્યાં છે. અમે બીચ પરની હિલચાલને નિયંત્રિત કરી રહ્યા છીએ. અમને આગામી કેટલાક કલાકો માટે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ મોચા વાવાઝોડું સોમવારે (15 મે)ના રોજ રાજ્યમાં ત્રાટકે તેવી શક્યતા છે, જેના કારણે પૂર્વા મેદિનીપુર અને દક્ષિણ 24 પરગણા જિલ્લાઓમાં દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરાઈ છે.માહિતી મુજબ, ચક્રવાત મોચા કોક્સબજારથી 250 કિમી દક્ષિણમાં હતું.

સિત્તવેમાં ચક્રવાત મોચાએ મચાવી તબાહી

ધ ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ચક્રવાત મોચાએ રવિવારે (14 મે) મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તાર સિત્તવેમાં તબાહી મચાવી રહી છે. મ્યાનમારના રખાઈન રાજ્યની રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે પવન 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો. અલ જઝીરા મુજબ, મ્યાનમારમાં ભૂસ્ખલનને કારણે બે લોકોના મોત થયા છે. તેમજ સ્થાનિક મીડિયાએ મ્યાનમારમાં એક વૃક્ષ પડવાથી એક વ્યક્તિના મોતના અહેવાલ આપ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">