AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Mocha: ચક્રવાત મોચા આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બનશે, હવામાન વિભાગ આપ્યું અલર્ટ

ચક્રવાત તોફાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં 8 ADRF ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFના 2જી બટાલિયન કમાન્ડન્ટ ગુરમિન્દર સિંઘે જણાવ્યું હતું કે ચક્રવાત મોચા 12 મેના રોજ તીવ્ર તોફાનમાં અને 14 મેના રોજ ખૂબ જ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

Cyclone Mocha: ચક્રવાત મોચા આગામી 6 કલાકમાં વધુ ખતરનાક બનશે, હવામાન વિભાગ આપ્યું અલર્ટ
Cyclone Mocha
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 12:21 PM
Share

ભારતીય હવામાન વિભાગે ચક્રવાત મોચાને લઈને મોટું અપડેટ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી 6 કલાકમાં ચક્રવાત ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. બંગાળની ખાડીમાં તે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. ચક્રવાત ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ સતત આગળ વધી રહ્યું છે. ચક્રવાતની આશંકાઓ વચ્ચે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પશ્ચિમ બંગાળમાં ઘણી ટીમો તૈનાત કરી છે.

આ સિવાય ત્રિપુરા, મિઝોરમ અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની અપેક્ષા છે. ચક્રવાત બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના ક્યાવપ્યુ વચ્ચે દક્ષિણપૂર્વ મ્યાનમાર અને ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. IMD અનુસાર, તે ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડું છે જે 14 મેની બપોરના સુમારે સિત્તવે નજીક 150-160 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપ સાથે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે.

પશ્ચિમ બંગાળમાં NDRFની 8 ટીમો તૈનાત

ચક્રવાત તોફાનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળમાં 8 ADRF ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFના 2જી બટાલિયન કમાન્ડન્ટ ગુરમિન્દર સિંઘે જણાવ્યું હતું કે ચક્રવાત મોચા 12 મેના રોજ તીવ્ર તોફાનમાં અને 14 મેના રોજ ખૂબ જ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે. 8 ટીમો તૈનાત કરવામાં આવી છે. 200 થી વધુ બચાવકર્તાઓને ગ્રાઉન્ડ પર મોકલવામાં આવ્યા છે અને 100 સ્ટેન્ડબાય પર છે.

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર પૂર્વના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ચક્રવાત મોચાના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં ચક્રવાતની કેન્દ્રિય હિલચાલને કારણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, ગોવા, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવા સલાહ

હવામાન કચેરીએ માછીમારો, જહાજો, બોટ અને ટ્રોલર્સને રવિવાર સુધી મધ્ય અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રમાં જતા લોકોને દરિયાકિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. IMD એ કોક્સ બજાર નજીક બાંગ્લાદેશના નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તાર માટે 1.5-2 મીટર ઊંચા મોજાની આગાહી કરી છે.

ચક્રવાતી તોફાનના કારણે શનિવારથી ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય રવિવારે નાગાલેન્ડ, મણિપુર અને દક્ષિણ આસામમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">