Coronavirus Update : ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ

Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું આખા દેશમાં યૂપી, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી વધારે છે.

  • Tv9 Webdesk22
  • Published On - 18:56 PM, 26 Apr 2021
Coronavirus Update : ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ
Coronavirus

Coronavirus Update : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું આખા દેશમાં યૂપી, મહારાષ્ટ્ર સહિત આઠ રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી વધારે છે. આરોગ્ય મંત્રાલયે સોમવારે કહ્યુ યૂપી,મહારાષ્ટ્ર ,યૂપી ,કર્ણાટક,કેરલ,રાજસ્થાન ,છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ રાજ્ય છે જ્યા એક વર્ષથી સૌથી વધારે સક્રિય કેસ છે.

ગૃહમંત્રાલયના અધિક સચિવે કહ્યું કે ભારત ખરીદીને અથવા ભાડે ઓક્સીજન ટેન્કર મંગાવી રહ્યું છે. ઓક્સીજન ટેન્કરનું પરિવહન એક મોટો પડકાર છે. રીયલ ટાઇમ ટ્રેકિંગનો ઉપયોગ કરતા ઓક્સીજન ટેન્કરના આવાગમનનું નિરીક્ષણ કરે છે. ત્યારે એઇમ્સના નિદેશક ડૉ રણદીર ગુલેરિયાએ કહ્યું કે અમે કેસની સંખ્યા ઓછી કરવે પડશે અને હૉસ્પિટલના સંસાધનોનો સારી રીતે ઉપયોગ કરવો પડશે ઓક્સીજનનો વિવેકપૂર્ણ ઉપયોગ બહુ મહત્વપૂર્ણ છે.

સામે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે એયર ઇન્ડિયાએ સોમવારે ન્યૂયોર્ક -દિલ્લી ફ્લાઇટથી 318 ઓક્સીજન કોન્સનટ્રેટર દિલ્લી પહોંચાડ્યા છે. દેશમાં અલગ અલગ હોસ્પિટલમાં ઇમરજન્સી સપ્લાય મળ્યો હોવા ઓક્સીજનની અછતથી ઝઝૂમી રહ્યા છે. ઓક્સીજનની અછત વચ્ચે દિલ્લી સ્થિત ગોલ્ડન હૉસ્પિટલમાં શનિવારે 20 દર્દીઓના મૃત્યુ થયા હતા.

આપને જણાવી દઇએ કે છેલ્લા 24 ક્લાકમાં કોરોના વાયરસના નવા 352991 કેસ નોંધાયા છે.જે એક દિવસમાં સામે આવેલા કેસમાં સૌથી વધારે છે. આ સાથે જ ભારતમાં મહામારી દરમિયાન સામે આવેલા કેસની સંખ્યા 17313163 થઇ ગઇ છે.