નવું સંકટ : ભારતમાં સામે આવ્યો કોરોનાનો નવો વેરીયન્ટ, સાત દિવસમાં ઘટાડે છે વજન

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પછી ભારતમાં બીજો નવો કોરોના(Corona)  વેરીયન્ટ સામે આવ્યો છે. જે સાત દિવસમાં દર્દીનું વજન ઘટાડી શકે છે. આ પૂર્વે વાયરસનો આ પ્રકાર બ્રાઝિલમાં જોવા મળ્યો હતો પરંતુ ત્યાંથી માત્ર એક જ પ્રકારના વેરીયન્ટ(Variant)  ભારતમાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી . હવે સંશોધનકર્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિયન્ટ ભારત આવ્યા છે અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

નવું સંકટ : ભારતમાં સામે આવ્યો કોરોનાનો નવો વેરીયન્ટ, સાત દિવસમાં ઘટાડે છે વજન
ભારતમાં સામે આવ્યો કોરોનાનો નવો વેરીયન્ટ
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 2:52 PM

આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા પછી ભારતમાં બીજો નવો કોરોના(Corona)  વેરીયન્ટ સામે આવ્યો છે. જે સાત દિવસમાં દર્દીનું વજન ઘટાડી શકે છે. આ પૂર્વે વાયરસનો આ પ્રકાર બ્રાઝિલમાં જોવા મળ્યો હતો પરંતુ ત્યાંથી માત્ર એક જ પ્રકારના વેરીયન્ટ(Variant)  ભારતમાં આવ્યો હોવાની પુષ્ટિ થઈ હતી . હવે સંશોધનકર્તાઓએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઝિલથી એક નહીં પણ બે વેરિયન્ટ ભારત આવ્યા છે અને આ બીજો વેરિએન્ટ B.1.1.28.2 ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ વેરિયન્ટ શરીરમાં ડેલ્ટાની જેમ ઝડપથી વજન ઘટાડવાનું કારણ

સીરિયન હેમ્સ્ટર (ઉંદરોની એક પ્રજાતિ) માંના પરીક્ષણો દર્શાવે છે કે કોરોના(Corona) ચેપ લાગ્યાના સાત દિવસની અંદર વેરિયન્ટ(Variant) શોધી શકાય છે. આ વેરિયન્ટ શરીરમાં ડેલ્ટાની જેમ ઝડપથી વજન ઘટાડવાનું કારણ બની શકે છે. તે પણ વધુ ગંભીર બની શકે છે અને એન્ટિબોડીમાં પણ ઘટાડો થયો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ વેરીયન્ટ એન્ટિબોડીનું સ્તર પણ ઘટાડે છે

પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ વાયરોલોજી (એનઆઈવી) ના ડો. પ્રજ્ઞા યાદવે કહ્યું કે B.1.1.28.2 વેરિયન્ટ બહારથી આવેલા બે લોકોમાં મળી આવ્યો હતો. જિનોમ સિક્વિન્સિંગ કર્યા પછી અમે તેનું પરીક્ષણ પણ કર્યું જેથી અમે તેની અસર વિશે જાણી શકીએ. ભારતમાં હજી સુધી આના ઘણા કિસ્સા નથી. જ્યારે ડેલ્ટા વેરિયન્ટ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જો કે તકેદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ વેરીયન્ટ એન્ટિબોડીનું સ્તર પણ ઘટાડે છે. જેના કારણે ફરીથી ચેપ લાગવાનું જોખમ વધે છે.

વાયરસના સ્પાઇક પ્રોટીનમાં એમિનો એસિડમાં ફેરફાર

તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં, કોરોના વાયરસનો પી 1 વંશ શોધી કાઢ્યો હતો. આ સમય દરમિયાન પી 2 વંશ પણ ભારતમાં આવ્યો હતો, જે હવે જાણીતો છે. આ વાયરસના સ્પાઇક પ્રોટીનમાં એમિનો એસિડમાં ફેરફાર છે જેને E484K કહેવામાં આવે છે, પરંતુ તેમાં N501Y અને K417N નામના ફેરફાર નથી. સરકારે તમામ મુસાફરોના નમૂનાઓની જિનોમ સિક્વન્સીંગ કરી છે. જે વિદેશી મુસાફરીથી પરત ફર્યા છે. તેથી જ અમને નવા વેરીયન્ટ વિશે પણ જાણવા મળ્યું.

નવ સીરિયન હેમ્સ્ટરમાંથી ત્રણનાં  મોત 

વિદેશી મુસાફરીથી પરત આવેલા 69 અને 26 વર્ષના બે લોકોના નમૂના અનુક્રમે આવ્યા હતા. આ બંને દર્દીઓ રિકવર થઇ ચૂક્યા હતા. પરંતુ તેમના નમૂનાઓ સિક્વન્સ કર્યા પછી, જ્યારે બી 1.1.28.2 વેરીયન્ટની ખબર પડી હતી. ત્યારે સાત દિવસ સુધી નવ સીરિયન હેમ્સ્ટર(ઉંદર) પર તેની તપાસ કરવામાં આવી. તેમાંથી ત્રણના શરીરના આંતરિક ભાગમાં વધતા ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આ દરમિયાન ફેફસાની પેથોલોજી પણ મળી હતી અને એન્ટિબોડીઝના નીચલા સ્તર વિશે પણ માહિતી પ્રાપ્ત થઈ છે.

માનવ-સીરિયન હેમ્સ્ટર પર વિવિધ પરિણામો

આ અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે બે લોકોમાં જેમાં આ પ્રકાર મળ્યો છે તેમને વધારે અસર થઇ ણ હતી. પરંતુ જ્યારે આ વેરીયન્ટનો ચેપ સીરિયન હેમ્સ્ટરને લાગ્યો ત્યારે તેની તીવ્રતા જાણીતી હતી. સાયનટીસોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના મોટાભાગના પરીક્ષણો સીરિયન હેમ્સ્ટર પર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એમ કહેવું ખોટું નહીં હોય કે જો બી 1.1.28.2 સંબંધિત કેસોમાં વધારો થાય છે, તો પછી મનુષ્ય પર તેની અસર ખૂબ ગંભીર થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">