જીગ્નેશ મેવાણી – કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે, રાહુલ ગાંધી બનાવી રહ્યા છે યુવાઓની નવી ટીમ

CPI નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે.

જીગ્નેશ મેવાણી - કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે, રાહુલ ગાંધી બનાવી રહ્યા છે યુવાઓની નવી ટીમ
jignesh mevani and kanahiya kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:42 PM

સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર (CPI leader Kanhaiya Kumar,) અને ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Independent MLA Jignesh Mevani), આગામી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાશે તેમ સૂત્રોએ જણાવ્યુ છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કન્હૈયા કુમારને સાથે આવવાની ઓફર કરી હતી, પરંતુ તે પછી તે શક્ય બન્યુ ન હતું.

તાજેતરમાં જ કન્હૈયા કુમારે આ અંગે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી પાસે કન્હૈયા કુમાર માટે એક યોજના છે, જેનો અમલ કરવામાં આવશે. બિહારમાં કોંગ્રેસ ટૂંક સમયમાં તેના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. જેમાં કન્હૈયા કુમારને નવી જવાબદારી સોપવામાં આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોગ્રેસના સમર્થનથી જીત્યા હતા મેવાણી તો બીજી બાજુ ગુજરાતના બનાસકાંઠાના વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વડગામથી જીગ્નેશ મેવાણી સામે કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા. ગુજરાતમાથી જીગ્નેશ મેવાણી એક યુવા દલિત નેતા તરીકે ઊભર્યા છે. ગુજરાતમાં બનેલી કેટલીક ઘટનાઓમાં જીજ્ઞેશ મેવાણીએ તત્કાલિન રાજ્ય સરકાર સામે અવાજ પણ ઉઠાવ્યો હતો. અને સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવ્યું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા જીગ્નેશ મેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર તરીકે કાર્યરત છે. અંગ્રેજી સાથે બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ મેવાણીએ કર્યો છે.

2022 માટે જીગ્નેશને મળી શકે છે જવાબદારી ગુજરાતમાં આગામી વર્ષના ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં કોગ્રેસ યુવાઓ ઉપર વધુ ભાર મૂકવા માંગે છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, જીગ્નેશ મેવાણીને યુવા દલિત નેતા તરીકે કોંગ્રેસ ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ઉપસાવવા માંગે છે. જેને લઈને જીગ્નેશ મેવાણીને ગુજરાતમાં મહત્વની જવાબદારી સોપાઈ શકે છે. એવુ પણ કહેવાતુ રહ્યુ છે કે, જીગ્નેશ મેવાણી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં રહ્યાં છે.

કોંગ્રેસ ઈચ્છે છે કે, ગુજરાતમાં હવે યુવાઓને વધુને વધુ પ્રાધાન્ય આપવુ જોઈએ. એક સમયે પાટીદાર અનામત આંદોલન દ્વારા સમગ્ર ગુજરાતમાં ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકેલા હાર્દીક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દીક પટેલને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં પ્રચારક તરીકે જવાબદારી પણ સોપવામાં આવી હતી. તો ગુજરાતમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ પણ બનાવ્યા છે.

કન્હૈયા બિહારમાં કોંગ્રેસને બેઠી કરી શકશે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે કન્હૈયા કુમાર બિહારના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે. બિહારમાં કોંગ્રેસે તેના સહયોગી આરજેડી અને સીપીઆઈ કરતા પણ ખરાબ કર્યું. કોંગ્રેસે 70 માંથી માત્ર 19 બેઠકો જીતી હતી. જ્યારે આરજેડીએ 144 માંથી અડધીથી વધુ બેઠકો જીતી અને સીપીઆઈએ 19 માંથી 12 બેઠકો જીતી.

કન્હૈયા અને જીજ્ઞેશના આગમનથી કોંગ્રેસ મજબૂત બનશે છેલ્લા બે વર્ષમાં ઘણા યુવા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા, સુષ્મિતા દેવ, જિતિન પ્રસાદ અને પ્રિયંકા ચતુર્વેદીના નામ આમાં સામેલ છે. જો કન્હૈયા અને જિગ્નેશ કોંગ્રેસમાં જોડાય તો પાર્ટી ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશમાં પ્રચાર માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. કારણ કે સપા-બસપાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે નહીં, પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારે નવરાત્રીમાં શેરી ગરબાની મંજૂરી આપતા વડોદરાવાસીઓમાં આનંદ, તૈયારીઓ શરૂ કરી

આ પણ વાંચોઃ સોનૂ સૂદ હૈદરાબાદમાં ખોલશે હોસ્પિટલ, ‘કહ્યુ સોનૂ રહે કે ના રહે પણ દર્દીઓને મફતમાં સારવાર મળતી રહેવી જોઇએ’

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">