Delhi: ખાદી ઈન્ડિયાના સીપી આઉટલેટમાંથી એક જ દિવસમાં રૂ. 1.34 કરોડના ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બન્યો

2 ઓક્ટોબર, 2022ના રોજ ગાંધી જયંતિના (Gandhi Jayanti) અવસર પર કેવીઆઈસી (KVIC) એ નવી દિલ્હીના સીપી આઉટલેટમાંથી એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે.

Delhi: ખાદી ઈન્ડિયાના સીપી આઉટલેટમાંથી એક જ દિવસમાં રૂ. 1.34 કરોડના ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બન્યો
CP Outlet Delhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 6:57 PM

2 ઓક્ટોબર, 2022ના રોજ ગાંધી જયંતિના (Gandhi Jayanti) અવસરે, ખાદી ઈન્ડિયાના સીપી આઉટલેટે એક જ દિવસમાં રૂ. 1.34 કરોડનું સૌથી વધુ વેચાણ કરીને ખાદીના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટેજ પરથી ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનો ખરીદવા માટે અનેક પ્રસંગોએ અપીલ કરી છે અને આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે, જે વર્ષ 2014 સુધી મર્યાદિત વેચાણના આંકડાઓ સુધી મર્યાદિત હતું. નવી સરકાર આવ્યા બાદ ખાદીના વેચાણમાં જબરદસ્ત વધારો થયો છે.

એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે, ઓક્ટોબર 2016 થી, નવી દિલ્હીમાં કનોટ પ્લેસમાં ખાદી ઇન્ડિયાના અગ્રણી આઉટલેટ્સ પર એક દિવસનું વેચાણ અનેક પ્રસંગોએ રૂ. 1.00 કરોડને વટાવી ગયું છે. આનો ઉલ્લેખ વડાપ્રધાને તેમના રેડિયો ટોક “મન કી બાત” માં વારંવાર કર્યો છે. રેડિયો પ્રસારણ કાર્યક્રમ “મન કી બાત” દ્વારા ખાદી અપનાવવા અને ગરીબ વણકરોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો વડાપ્રધાનનો સંદેશો આ ગાંધી જયંતિ એટલે કે 2જી ઓક્ટોબર 2022ના રોજ જોવા મળ્યો હતો.

એક જ દિવસમાં, કનોટ પ્લેસ, નવી દિલ્હીમાં ખાદી ઈન્ડિયા શોરૂમે રૂ. 1.34 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું. 2 ઓક્ટોબર, 2021ના રોજ રૂ. 1.01 કરોડનો પોતાનો પહેલાનો રેકોર્ડ તોડ્યો હતો. એ પહેલા ખાદીનું એક દિવસમાં સૌથી વધુ રૂ. 1.29 કરોડનું વેચાણ હતું જે 30 ઓક્ટોબર 2021ના રોજ નોંધાયું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ગાંધીજીએ ખાદી ચળવળની સ્થાપના માત્ર રાજકીય જ નહીં પરંતુ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક કારણોસર કરી હતી. મહાત્માના એ જ વિઝનને આગળ વધારતા આપણા વડાપ્રધાને ખાદી અને અન્ય ગ્રામોદ્યોગ ઉત્પાદનોને જનતામાં પ્રમોટ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ વડાપ્રધાનની લોકપ્રિયતાનો અને તેમના માટે આદર પણ છે, જેમના એક આહ્વાન પર ભારતના લોકો ખાદીના સંપૂર્ણ સમર્થનમાં ઉભા છે. આ જ કારણ છે કે દિવાળી પર ગરીબ કારીગરોને દીપ પ્રગટાવવા માટે તેમના દ્વારા કરવામાં આવેલ આહ્વાન સાકાર થતું જોવા મળી રહ્યો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ, મનોજ કુમારે જણાવ્યું કે હાલમાં 2 ઓક્ટોબર પહેલા 25 સપ્ટેમ્બર, 2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની “મન કી બાત”માં ખાદી ખરીદવાની અપીલે વેચાણના નવા માપદંડો સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિશે વાત કરતા મનોજ કુમાર, કેવીઆઈસીના ચેરમેન, ખાદીના વેચાણમાં વધારો કરવા માટે વડાપ્રધાનના સતત પ્રોત્સાહન અને સમર્થનને શ્રેય આપે છે. તેમને કહ્યું કે વડાપ્રધાનની અપીલને કારણે મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને યુવાનોમાં ખાદી ખરીદવાનું વલણ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">