આજે બધાને એક જ સવાલ છે કે, આખરે કોરોનાથી બાળકોને બચાવવા માટે કોરોના રસી ક્યારે આવશે. આખરે આતુરતાનો અંત આવી જ ગયો છે.
હકીકતમાં, કોરોનાનો ખતરો હજી સમાપ્ત થયો નથી. કોવિડની પ્રથમ અને બીજી લહેરને કારણે ભારત સહિત વિશ્વભરના દેશોને ઘણું નુકસાન થયું છે. તે જ સમયે, આ રોગચાળાની ત્રીજી લહેરનો પણ ભય છે.
દેશમાં 44 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જ્યારે 12.5 કરોડથી વધુ લોકોને રસીના બંને ડોઝ લઈને મોટા પ્રમાણમાં આ રોગચાળાથી સુરક્ષિત રાખવામાં આવ્યા છે. હાલમાં 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી રહી છે. પરંતુ આજ સુધી બાળકો માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. ઘણા અભ્યાસો સામે આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લ્હેરમાં બાળકોને વધારે જોખમ છે.
આવી સ્થિતિમાં બાળકોની ચિંતા થવી સ્વાભાવિક છે. બાળકો માટે ઘણી રસીઓની ટ્રાયલ ચાલી રહી છે. આ વચ્ચે સારા સમાચાર આવ્યા છે.ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી ‘ZyCoV-D’ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે.
બાળકોનું રસીકરણ માર્ચ 2022 થી શરૂ થઈ શકે છે સત્તાવાર સૂત્રો અનુસાર, બાળકો માટે રસીકરણ માર્ચ 2022 થી શરૂ થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 3 થી 4 રસીઓ મંજૂર થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી વર્ષે માર્ચથી સરકાર દેશમાં બાળકોનું રસીકરણ શરૂ કરી શકે છે.
કઈ રસી ક્યારે આવે તેવી શક્યતા છે? તે જ સમયે, ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ 2 વર્ષથી 18 વર્ષના વય જૂથ માટે ચાલી રહી છે. આ વય જૂથ માટે આ વિશ્વની એકમાત્ર રસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રસી આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા ઉત્પાદિત નોવાવેક્સ કોવિડ -19 રસીને ડિસેમ્બર સુધીમાં કટોકટીની મંજૂરી પણ મળી શકે છે. અહેવાલો અનુસાર, સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધીમાં 18+ પુખ્ત વસ્તીનું રસીકરણ કરવાનું છે.
આ પણ વાંચો : શું રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ મળે છે રજાઓ ? જ્યારે તે હાજર ન હોય ત્યારે કોણ સંભાળે છે જવાબદારી ?
આ પણ વાંચો : Dry Fruit Rate : બદામના ભાવમાં ભડકો, માત્ર 5 દિવસમાં ભાવ 1,000 રૂપિયાને પાર