Covaxin Price : રાજ્ય સરકારોને હવે કોવેક્સિન પણ મળશે ઓછા ભાવે, કંપનીએ ટ્વીટ કરી આપી જાણકારી

ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિન (Covaxin) હવે રાજ્ય સરકારને પહેલા કરતા સસ્તા ભાવે મળશે.

Covaxin Price : રાજ્ય સરકારોને હવે કોવેક્સિન પણ મળશે ઓછા ભાવે, કંપનીએ ટ્વીટ કરી આપી જાણકારી
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 29, 2021 | 6:53 PM

ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિન (Covaxin) હવે રાજ્ય સરકારને પહેલા કરતા સસ્તા ભાવે મળશે. કંપની દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે કે હાલ દેશમાં કોરોનાની જે સ્થિતી બની રહી છે તેને લઇને કંપનીને ચિંતા છે અને હાલમાં પબ્લીક હેલ્થ કેર (Public Health Care System) સામેના પડકારોને જોતા કંપની હવે રાજ્ય સરકારોને વેક્સિન 400 રૂપિયામાં આપશે જેથી વધારેમાં વધારે લોકોને જલદી વેક્સિનઆપી શકાય.

હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતીને જોતા ભારત સરકાર વેક્સિનેશનની પ્રક્રિયા વધુ ઝડપી  બનાવવા તરફના પ્રયત્નો કરી રહી છે જેના માટે કેન્દ્ર સરકાર પહેલી મે થી 18 વર્ષથી વધુની વય ધરાવતા લોકો માટે માસ વેક્સિનેશન અભિયાન શરૂ કરી રહી છે. વેક્સિન લેવા માટેની ઓનલાઇન નોંધણી પણ શરૂ કરી દેવામાં આવી છે જો કે કેટલીક રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ન હોવાને કારણે આ અભિયાનમાં થોડી અડચણ પણ આવી ગઇ છે. જોકે 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાનુ હજી ચાલુ જ છે.

દેશમાં વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચાડવા માટે વેક્સિન બનાવતી કંપનીઓ પ્રોડક્શન પણ વધારી રહી છે સાથે હવે તેઓ રાજ્ય સરકારને ઓછા ભાવમાં પણ વેક્સિન પહોંચાડશે. આના પહેલા સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના (Serum Institute of India) અદાર પૂનાવાલાએ (Adar Poonawala) પણ વેક્સિનનો ભાવ ઘટાડ્યો હોવાની માહિતી ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે હવે કોવિશિલ્ડ (Covishield) રાજ્ય સરકારને 300 પર ડોઝના ભાવે આપવામાં આવશે અને હવે ભારત બાયોટેક દ્વારા પણ વેક્સિનનો ભાવ ઘટાડવામાં આવ્યો છે જેનાથી રાજ્ય સરકારને મોટી રાહત મળશે.

ભારતમાં હાલની જે કોરોનાની ગંભીર સ્થિતી છે તેને પહોંચી વળવા માટે વેક્સિનેશન જ એક માત્ર ઉપાય છે. ભારતમાં હાલ રોજના 3.5 લાખ જેટલા નવા કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સમગ્ર દેશમાં ઓક્સિજન, હોસ્પિટલના બેડ અને દવાઓની અછત સર્જાઇ રહી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે હજારો દર્દીઓનો ભોગ લઇ લીધો છે હાલત એવી છે તે સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઇન છે. તેવામાં એક્સપર્ટ્સનું કહેવુ છે કે જેટલા જલદી બને દરેક દેશવાસીને વેક્સિન આપવી જો તેમાં મોડુ થશે તો કોરોના વાયરસના વધુ વેરિયંટ્સ બની શકે છે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">