મહિલાની છેડતી કરનાર આરોપીને કોર્ટે આપી એવી ગજબ સજા, કે જાણીને તમે પણ કહેશો વાહ !

કોર્ટના આદેશની માહિતી સ્થાનિક વડા અને સરપંચને પણ આપવામાં આવશે, જેથી આરોપી જામીનની શરતનું યોગ્ય રીતે પાલન કરે છે કે કેમ તે અંગે કોર્ટને માહિતી મળી શકે.

મહિલાની છેડતી કરનાર આરોપીને કોર્ટે આપી એવી ગજબ સજા, કે જાણીને તમે પણ કહેશો વાહ !
Court orders man accused of molestation to wash clothes of 2000 women in village as punishment

ઝાંઝરપુર એડીજે અવિનાશ કુમાર પોતાના અનોખા નિર્ણયોને કારણે સતત સમાચારોમાં રહે છે.

ઐતિહાસિક ચુકાદો : મહિલા સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરવો એક યુવકને ખૂબ જ ભારે પડ્યો છે. મહિલાની છેડતીના કેસમાં કોર્ટે આ આરોપીને 6 મહિના સુધી ગામની 2000 મહિલાઓના કપડા ધોવાની શરતે જમીન આપ્યા છે. હવે આરોપીઅ છ મહિના સુધી ગામની તમામ મહિલાઓના કપડાં ધોવા પડશે. નહિંતર, તેના જામીન રદ્દ થશે અને તેને ફરીથી જેલમાં જવું પડશે.

મહિલાના ઘરમાં ઘુસી બળજબરી કરી હતી
આ કેસ બિહારના મધુબની જિલ્લાનો છે. બિહારના મધુબની જિલ્લાના લૌકહા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ નંબર 130/2021 માં લૌકહા સ્ટેશન નજીક રહેતી એક મહિલાએ મજૌરા ગામના રહેવાસી 20 વર્ષીય યુવક લલન સફી પર FIR નોંધાવી હતી.

મહિલાએ યુવક પર આરોપ લગાવ્યો હતો કે યુવકે તેના ઘરમાં ઘુસીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો. FIR નોંધાયા બાદ પોલીસે આરોપી યુવકની 19 એપ્રિલે ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો.જ્યારે તેની જામીન અરજી એડીજે કોર્ટમાં પહોંચી, ત્યારે મંગળવારે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, યુવકની ઉંમર અને અગાઉના દોષરહિત ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને, તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

6 મહિના સુધી ધોવા પડશે ગામની મહિલાઓના કપડા
જામીન માટે એડીજે કોર્ટે ફરિયાદી મહિલા સહિત સમગ્ર ગામની આશરે 2000 મહિલાઓ માટે છ મહિના માટે મફત કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવાની શરત મૂકી છે, સાથે જ 10,000 રૂપિયાની બે જામીન પણ ભરાવાયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોર્ટના આદેશની માહિતી સ્થાનિક વડા અને સરપંચને પણ આપવામાં આવશે, જેથી આરોપી જામીનની શરતનું યોગ્ય રીતે પાલન કરે છે કે કેમ તે અંગે કોર્ટને માહિતી મળી શકે. કોર્ટના આ નિર્ણયની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

યુવકની જામીન અરજી પર સુનાવણી દરમિયાન, ઝાંઝરપુર એડીજે અવિનાશ કુમારે આ શરતે યુવકની જામીન અરજી મંજૂર કરી છે. બળાત્કારના કેસમાં યુવક 19 એપ્રિલથી જેલમાં હતો. ઝાંઝરપુર એડીજે અવિનાશ કુમાર પોતાના અનોખા નિર્ણયોને કારણે સતત સમાચારોમાં રહે છે. તેમણે આ અગાઉ એક યુવકને એ શરતે જામીન આપ્યા હતા કે તે પૂર પીડિતોને મફતમાં કઠોળનું વિતરણ કરવું પડશે. તેવી જ રીતે, મંદિરમાં બાંધવામાં મંદિરમાં શ્રમદાન કરવાની શરતે એકને જામીન આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati