દેશમાં ઓક્સિજનનો પર્યાપ્ત સ્ટૉક માત્ર ટ્રાન્સપોર્ટેશનની છે સમસ્યા: ગૃહમંત્રાલય

Niyati Trivedi

|

Updated on: Apr 26, 2021 | 8:48 PM

કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે કહ્યું કે દેશમાં મેડિકલ ઓક્સિજનનો પર્યાપ્ત ભંડાર છે. પરંતુ વધારે માંગ વાળા ક્ષેત્રમાં આની સપ્લાઈ કરાવવાનો મુદ્દો છે, જેનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દેશમાં ઓક્સિજનનો પર્યાપ્ત સ્ટૉક માત્ર ટ્રાન્સપોર્ટેશનની છે સમસ્યા: ગૃહમંત્રાલય
oxygen

Coronavirus Update: કેન્દ્રીય ગૃહમંત્રાલયે સોમવારે કહ્યું કે દેશમાં મેડિકલ ઓક્સિજનનો પર્યાપ્ત ભંડાર છે. પરંતુ વધારે માંગ વાળા ક્ષેત્રમાં આની સપ્લાઈ કરાવવાનો મુદ્દો છે, જેનું સમાધાન કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયના અધિક સચિવે કહ્યું કે ભારતીય વાયુ સેના પરિવહન વિમાનની મદદથી ઓક્સિજન ટેન્કરને તેની જરુરિયાતવાળા વિસ્તાર સુધી પહોંચવાનો સમય ચાર-પાંચ દિવસથી ઘટાડીને એક-બે કલાક કરી દેવામાં આવ્યો છે.

તેમણે ઉમેર્યુ કે આપણી પાસે ઓક્સિજન પર્યાપ્ત છે, પરંતુ અસલી મુદ્દો ટ્રાન્સપોર્ટેશનનો છે, જેનુ સમાધાન કરવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશમાં ઓક્સિજનની વધતી માંગ વચ્ચે સચિવે ઉમેર્યુ કે ઓક્સિજનને લઈ ગભરાવાની જરુર નથી, કારણ કે અમે ઉત્પાદક રાજ્યોથી ભારે માંગવાળા વિસ્તારમાં ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન મુદ્દાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર GPS  દ્વારા ઓક્સિજન લાવનારા ટેન્કરની સ્થિતિ પર નજર રાખી રહી છે અને હૉસ્પિટલને ઓછામાં ઓછા સમયમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. શુક્રવારથી ગૃહમંત્રાલય દેશમાં અલગ-અલગ ભાગમાં હાજર ઓક્સિજન ભરનારા સ્ટેશન સુધી ખાલી ટેન્કર અને કન્ટેનર લઈ જવાની કોશિશમાં કોઑર્ડિનેટ કરી રહ્યું છે, જેથી જરુરિયાતમંદ કોરોના દર્દીઓ સુધી ઓક્સિજન જલ્દીથી પહોંચાડી શકાય.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ અને સ્થિતિ ગંભીર બનેલી છે, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,52,991 કેસ આવ્યા બાદ સોમવારે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,73,13,163 થઈ ગઈ છે અને સંક્રમણથી 2,812 લોકોના મૃત્યુ થયા છે. મોતનો આંકડો 1,95,123 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલય પ્રમાણે સોમવારે ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 28,13,658 થઈ ચૂકી છે, જો કે દેશમાં કુલ પૉઝિટિવ કેસના 16 ટકા છે. ભારતમાં એક્ટિવ કેસમાં 8 રાજ્યો મહારાષ્ટ્ર , છત્તીસગઢ ,ઉત્તરપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, ગુજરાત અને કેરળ મળીને કુલ 69.94 ટકા યોગદાન છે.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવે દ્વારા હાપા-મુંબઈ સેન્ટ્રલ, દુરંતો સ્પેશિયલ ટ્રેન 15 મે સુધી રદ કરવામાં આવી 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati