Corona: કોરોનાના સંક્રમણને કારણે નિત્યાનંદના દેશ નહીં જઈ શકે ભારતીય, નિત્યાનંદે લગાવ્યો પ્રતિબંધ

Niyati Trivedi

|

Updated on: Apr 23, 2021 | 7:35 PM

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધતા સ્વામી નિત્યાનંદે લોકોને પોતોના દેશ કૈલાસ ન આવવા માટે કહ્યું છે.

Corona: કોરોનાના સંક્રમણને કારણે નિત્યાનંદના દેશ નહીં જઈ શકે ભારતીય, નિત્યાનંદે લગાવ્યો પ્રતિબંધ
Nithyananda

Coronavirus: દુનિયાભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધતા સ્વામી નિત્યાનંદે લોકોને પોતોના દેશ કૈલાસ ન આવવા માટે કહ્યું છે. નિત્યાનંદના અધિકારીક ટ્વીટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવી છે કે ભારત સાથે સાથે બ્રાઝીલ, યૂરોપીય સંઘ અને મલેશિયાના લોકોના પણ અહીંયા આવવા પર પ્રતિબંધ છે. ટ્વીટમાં આગળ લખવામાં આવ્યું છે કે કૈલાસ સિવાય દુનિયાભરમાં નિત્યાનંદનો જ્યાં જ્યાં આશ્રમ છે તેને પણ તત્કાળ પ્રભાવથી બંધ કરી દેવામાં આવે. આશ્રમમાં ભક્તોને આવવાની પરવાનગી બિલકુલ નહી મળે.

આપને જણાવી દઈએ કે આરોપી અને સ્વયંભૂ નિત્યાનંદે 2019માં પોતાનો દેશ કૈલાસ વસાવવાનો દાવો કર્યો હતો. નિત્યાનંદ અહીં આવનારા યાત્રીઓને મફત વિઝા પણ આપે છે. જો કે નિત્યાનંદના સ્વયંઘોષિત દેશનું સાચું લોકેશન હજી પણ સ્પષ્ટ નથી, પરંતુ થોડા દિવસો પહેલા નિત્યાનંદે લોકોને અહીં આવવાની જાણકારી આપી હતી.  નિત્યાનંદે કહ્યું કે કૈલાસ આવવા માટે ઑસ્ટ્રેલિયાથી ફ્લાઈટ લેવી પડશે. નિત્યાનંદે કૈલાસમાં પોતાની સરકાર, મંત્રી સહિત બેંક, મૉલ અને અન્ય સુવિધાઓના હોવાની વાત પણ કહી ચૂક્યો છે.

આ પણ વાંચો: Jetpur: કોરોનાના કારણે એક જ પરિવારના 4 સભ્યોનું મોત, આખરી સભ્ય પણ સારવાર હેઠળ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati