Coronavirus Update : જાણો ઓક્સિજનના સપ્લાય અને ઉત્પાદનને લઇ સુપ્રીમ કોર્ટના ટાસ્ક ફોર્સે શું કહ્યુ
Coronavirus Update : ઓક્સીજનની વહેંચણી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સનું માનવુ છે કે વર્તમાન પરિસ્થિતિ અને કોરોના સંક્રમણની આકસ્મિક સ્થિતિમાં ઓક્સીજન ઉત્પાદન અને સપ્લાઇ માટે જે કંઇપણ કરવામાં આવ્યુ તે અભૂતપૂર્વ છે.

Coronavirus Update : ઓક્સીજનની વહેંચણી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સનું માનવુ છે કે વર્તમાન પરિસ્થિતિ અને કોરોના સંક્રમણની આકસ્મિક સ્થિતિમાં ઓક્સીજન ઉત્પાદન અને સપ્લાઇ માટે જે કંઇપણ કરવામાં આવ્યુ તે અભૂતપૂર્વ છે. સમસ્યા માળખાગત છે તેને ઘણી સારી કરવામાં આવી છે. જરુર છે ઓક્સીજનના ઉપયોગ માટે સાચા પ્રબંધનની . છેલ્લા એક પખવાડિયામાં જ્યાં ઉત્પાદન ક્ષમતામાં ઉછાળ આવ્યો ત્યાં સપ્લાઇની વાત કરવામાં આવે તો તેમાં બે ગણો વધારો થયો છે.
પહેલી લહેર વખતે 14 સપ્ટેમ્બર 2020ના દિવસે સૌથી વધારે કેસ આવ્યા હતા. ભારતમાં 10.15 લાખ એક્ટિવ કેસ હતા અને રોજ લગભગ એક લાખ કેસ આવતા હતા. રાજ્યોમાં લગભગ 3,000 મીટ્રિક ટન ઓક્સીજન આપવામાં આવ્યો હતો. એક માર્ચે આની જરુરિયાત ઘટીને 1,318 મીટ્રિક ટન રહી હતી. જરુરિયાત અનુસાર નવ મેએ રાજ્યોને લગભગ 9,000 મીટ્રિક ટન ઓક્સીજનનો સપ્લાઇ કર્યો. સુપ્રીમ કોર્ટ તરફથી શનિવારે ગઠિત 12 સભ્યોની ટાસ્ક ફોર્સની પહેલી બેઠક રવિવારે થઇ ત્યાર બધા સભ્યોએ તેમની સરહાના કરી. સૂત્રો અનુસાર સભ્યોનું માનવાનું છે કે ઓક્સીજનના સાચા ઉપયોગ પર ધ્યાન આપવાની વાત કહી.
ત્રણ સભ્યોએ પોતાનો અનુભવ જણાવતા કહ્યુ કે તેમણે 15-20 ટકા ઓક્સીજનની બર્બાદી રોકી છે.ધ્યાન રહે કે આરોગ્ય મંત્રાલય તરફથી વારંવાર જણાવવામાં આવી રહ્યુ થે ઓક્સીજનને કઇ રીતે બચાવી શકાય. કેટલાક સભ્યોએ ઓક્સીજનની કાળા બજારી પર ચિંતા વ્યક્ત કરી તો એક સભ્યએ માત્ર આશંકાના કારણે દાખલ થનારા દર્દીઓ પર ધ્યાન આપવાની વાત કહી.
સૂત્રોનું માનીએ તો ઓક્સીજન વહેચણીની વર્તમાન વ્યવસ્થામાં અત્યારે કોઇ પરિવર્તન નથી. આમ પણ રોજ આકલનના આધારે થાય છે. તેમાં રાજ્યો સાથે વાતચીત થાય છે. જો કે સબકમેટીના રિપોર્ટ બાદ આનો ફોર્મ્યુલા બનશે. અત્યારે જે ફોર્મ્યુલા છે તેની કોરોનાના બદલતા રુપ અને પ્રભાવના અધાર પર દરેક રાજ્ય સાથે સમીક્ષા થતી રહેશે. સભ્યોનું માનવુ છે કે ઓડિટ બહુ જરુરી છે એનો અર્થ એ નથી કે કોઇ રાજ્ય કે હૉસ્પિટલની ખામી ગણાવવામાં આવે પરંતુ તેમાં ઉપયોગની રીતને લઇને આ ટાસ્ક માટે માળખાગત વ્યવસ્થા સુધી બધુ જ સામેલ છે.
Latest News Updates





