ઘરમાં માસ્ક પહેરીને ફરવાનો સમય આવી ગયો છે: નીતી આયોગ

Niyati Trivedi

|

Updated on: Apr 26, 2021 | 7:49 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં નીતી આયોગના સભ્ય વીકે પૉલે સલાહ આપતા કહ્યું કે સમય આવી ગયો છે કે લોકો ઘરમાં માસ્ક પહેરવાનું શરુ કરી દે.

ઘરમાં માસ્ક પહેરીને ફરવાનો સમય આવી ગયો છે: નીતી આયોગ

Coronavirus Update: દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં નીતી આયોગના સભ્ય વીકે પૉલે સલાહ આપતા કહ્યું કે સમય આવી ગયો છે કે લોકો ઘરમાં માસ્ક પહેરવાનું શરુ કરી દે. આ સાથે જ તેમણે કહ્યું કે પરિવારમાં કોઈ કોરોના સંક્રમિત છે તો તેમણે પણ માસ્ક પહેરવું જોઈએ અને દર્દીને બીજા રુમમાં રાખવાની સલાહ આપી છે.

ડૉ વી.કે પોલે કહ્યું કે આ મહામારીને હરાવવા આપણે વેક્સીનેશનને વધારે ગતિથી આગળ લઈ જવું પડશે, આપણે વેક્સિનેશનની ગતિને ધીમી થવા ન દઈ શકીએ સાથે જ તેમણે ઉમેર્યુ કે કોરોનાની સ્થિતિમાં કોઈ વ્યક્તિ અનાવશ્યક ઘરની બહાર ન જાય અને પરિવાર સાથે માસ્ક પહેરે. તેમણે કહ્યું કે માસ્ક પહેરવું ખૂબ જ જરુરી છે સાથે જ તેમણે કહ્યું કે લોકોને પોતના ઘરે ન બોલાવો, જ્યાં સુધી ખૂબ જરુરી ન હોય.

ડૉ વીકે પૉલે કહ્યું કે ઉભરતી સ્થિતિના કારણે રસીકરણની ગતિને ઓછી થવા ન દઈ શકીએ. હકીકતમાં રસીકરણ અભિયાનને વધારે ઝડપે આગળ વધારવું જોઈએ. આ સાથે જ તેમણે એ વાતનો પણ જવાબ આપ્યો કે માસિક દરમિયાન મહિલાઓ રસી લઈ શકે છે. તેમણે કહ્યું કે રસીકરણને સ્થગિત કરવાનું કોઈ કારણ નથી.

માનવતાની મહેક

કરમસદમાં 108 સહિત વાહનો વેઈટીંગમાં હતા, આ દરમિયાન બહારના જિલ્લામાંથી ખાનગી કારમાં કોરોના દર્દી મહિલાને લાવવામાં આવી હતી. અચાનક જ તેનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતુ અને તાત્કાલિક ઓક્સીજનની જરુર હતી, ત્યારે લાઈનમાં ઉભેલી 108 એમ્બ્યુલન્સની ટીમે તાત્કાલિક ઓક્સિજન આપી મહિલાને નવું જીવન આપ્યું.

આ પણ વાંચો: Coronavirus Update : ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાનો સૌથી વધારે પ્રકોપ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati