Coronavirus Update: ભારતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. હવે રોજના 3 લાખથી વધારે સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 3,46,786 કેસ સામે આવ્યા છે. જ્યારે 2,624 લોકોના મૃત્યુ થઈ ગયા છે. જો કે આ દરમિયાન 2,19,838 દર્દીઓ સાજા થયા છે. પરંતુ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે અને વિકરાળ રુપે આખી દુનિયાને ચિંતામાં નાખી દીધી છે.
મળતી જાણકારી પ્રમાણે દુનિયાભરમાં કુલ 6 કોરોના વેરિએન્ટ છે, જેની ઝપેટમાં સૌથી વધારે લોકો આવી રહ્યા છે. એ 6 વેરિએન્ટમાં ત્રણ વેરિએન્ટ ભારતમાં બીજી લહેર દરમિયાન સૌથી વધારે મળી રહ્યા છે. આ વેરિએન્ટ બ્રિટેન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી છે. ભારતમાં બીજી લહેર દરમિયાન વધારે લોકો B.1.1.7 (યૂકે સંસ્કરણ), B.1.351 (દક્ષિણ આફ્રિકા) અને P.1 (બ્રાઝિલ સંસ્કરણ) મળ્યા છે.
ગયા વર્ષે ભારતમાં પહેલી લહેર દરમિયાન કોરોના સંક્રમણ પોતાના પીક અવર પર હતી. જ્યારે મહારાષ્ટ્ર ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. મહારાષ્ટ્રામાં વાઈરસથી પ્રભાવિત 20 ટકા કેસમાં ડબલ મ્યૂટેન્ટના નિશાન મળ્યા હતા. આ એક ભારતીય વેરિએન્ટ છે, જેને B.1.617 કહેવાય છે. જ્યારે યૂકે વેરિએન્ટ વધારે દિલ્લીમાં મળ્યા હતા. નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ (NCDC)ના આંકડાથી ખબર પડી છે કે દિલ્લીમાં માર્ચના બીજા અઠવાડિયામાં 28 ટકા નમૂના યૂ.કે વેરિએન્ટના મળ્યા હતા અને માર્ચના ચોથા અઠવાડિયામાં વધીને 50 ટકામાં પરિવર્તિત થઈ ગયા છે.
વાયરોલોજિસ્ટ ડૉ.શાહિદ જમીલે કહ્યું કે 15,000 રિપોર્ટમાં કરાયેલા રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે 15,000 નમૂનાઓમાંથી 11 ટકાથી વધારે B.1.351 એટલે કે દક્ષિણ આફ્રીકાના વેરિએન્ટ મળ્યા છે. માત્ર 2 કે ત્રણ નમૂના જ હતા, જેમાં બ્રાઝિલના વેરિએન્ટ મળ્યા. જ્યારે કોરોનાનો ઈન્ડિયન વેરિએન્ટ B.1617 સૌથી પહેલા મહારાષ્ટ્રામાં મળ્યો હતો, પરંતુ ઝડપી તે દેશના કેટલાય રાજ્યોમાં ફેલાઈ ગયું. રસીકરણ વિશે પૂછતા ડૉ. જમીલે કહ્યું કે જનસંખ્યા સ્તર પર આપણી વેક્સિનની પહોંચ બહુ ઓછી છે. આજ સુધી માત્ર 1.5 ટકા લોકોને વેક્સીનના બે ડોઝ મળ્યા છે અને 8.5 ટકા લોકોએ પહેલો ડોઝ લીધો છે.
આ પણ વાંચો: Surat: રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ