Coronavirus : આગામી દિવસોમાં ભારતને 5 લાખ આઈસીયુ બેડ અને 3.5 લાખ મેડિકલ સ્ટાફની પડશે જરુર

Coronavirus :  કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રખ્યાત ડૉ દેવી પ્રસાદ શેટ્ટીએ સ્થિતિ વધારે બદતર થવાનુ પૂર્વાનુમાન લગાવ્યુ છે. ડૉ દેવી પ્રસાદ શેટ્ટી પ્રમાણે આવનારા કેટલાક અઠવાડિયા દરમિયાન ભારતમાં પાંચ લાખ આઈસીયૂ બેડ અને બે લાખ નર્સ અને દોઢ લાખ ડૉક્ટરની જરુર પડશે. આ સાથે જ આ સ્થિતિની બહાર આવવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. 

Coronavirus : આગામી દિવસોમાં ભારતને 5 લાખ આઈસીયુ બેડ અને 3.5 લાખ મેડિકલ સ્ટાફની પડશે જરુર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 30, 2021 | 10:38 AM

Coronavirus :  કોરોનાના સંક્રમણ વચ્ચે પ્રખ્યાત ડૉ દેવી પ્રસાદ શેટ્ટીએ સ્થિતિ વધારે બદતર થવાનુ પૂર્વાનુમાન લગાવ્યુ છે. ડૉ દેવી પ્રસાદ શેટ્ટી પ્રમાણે આવનારા કેટલાક અઠવાડિયા દરમિયાન ભારતમાં પાંચ લાખ આઈસીયૂ બેડ અને બે લાખ નર્સ અને દોઢ લાખ ડૉક્ટરની જરુર પડશે. આ સાથે જ આ સ્થિતિની બહાર આવવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે.

ડૉ શેટ્ટીએ કહ્યુ કે અત્યારના સમયમાં ભારતમાં 75થી90 હજાર આઇસીયૂ બેડ છે અને મહામારીની બીજી લહેર ચરમ પર પહોંચે તે પહેલા જ ભરાઇ ચૂક્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં રોજના 3.5 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. અને કેટલાક એક્સપર્ટ્સનું કહેવુ છે કે આ સંખ્યા મહામારી જ્યારે ચરમ પર હશે ત્યારે પાંચ લાખ હોઇ શકે.

નારાયણ હેલ્થ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ શેટ્ટીએ સિમ્બાયોસિસ સ્વર્ણ જયંતી વ્યાખ્યાનમાં કહ્યું કે પ્રત્યેક સંક્રમિત દર્દી સાથે પાંચથી 10 લોકો એવા છે જેમની તપાસ નથી થઇ રહી.  અભિપ્રાય છે કે ભારતમાં હવે રોજના 15થી20 લાખ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. સંખ્યા પ્રમાણે 5 ટકા સંક્રમિતોને આઇસીયુ બેડની જરુર હોય છે એવરેજ 10 દિવસ દર્દી આઈસીયૂમાં દાખલ રહેતા હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ડૉ શેટ્ટીએ કહ્યુ કે મહામારી શરુ થઇ તે પહેલા જ સરકારી હૉસ્પિટલમાં 78 ટકા એક્સપર્ટ ડૉકટરોની ઘટ હતી. તેમણે કહ્યુ કે ઓછામાં ઓછા બે લાખ નર્સ અને દોઢ લાખ ડૉક્ટરોની આગામી કેટલાક અઠવાડિયામાં જરુર છે જે આગામી એક વર્ષ સુધી કોવિડ-19 દર્દીઓનો ઇલાજ કરી શકે. હાલની મહામારી લગભગ ચારથી પાંચ મહિના સુધી રહેશે અને ત્યારબાદ ત્રીજી લહેર માટે તૈયાર રહેવુ પડશે.

ડૉ. શેટ્ટીએ આ સમસ્યાનું સમાધાન પણ આપ્યુ છે. તેમણે કહ્યુ કે ભારતમાં લગભગ 2.20 લાખ નર્સિંગના વિધાર્થી છે જેમણે અલગ-અલગ નર્સિંગ સ્કૂલમાં ત્રણ વર્ષનુ જનરલ નર્સિંગ અને મિડવાઇફરી અથવા ચાર વર્ષનો બીએસસી સિલેબસ પૂરો કરી લીધો છે અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે.તેમણે સૂચન કર્યુ કે આરોગ્ય મંત્રાલય અને ભારતીય નર્સિંગ પરિષદે આ વિધાર્થીઓને એક વર્ષ સુધી કોવિડ-19 આઈસીયૂ વોર્ડમાં નિયુક્ત કરવાનો વિચાર કરવો જોઇએ અને ત્યારબાદ તેમને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ આપવુ જોઇએ

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">