IMA-CAITએ કેન્દ્રને તાત્કાલિક લોકડાઉન કરવાની કરી માંગ, કહ્યું કે કોરોનાના કેસ વધતા તણાવમાં મેડિકલ ફોર્સ

Niyati Trivedi

|

Updated on: May 03, 2021 | 11:19 PM

કોરોનાના કેસમાં વૃદ્ધિ થતી જોઈ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) કેન્દ્રને 15 દિવસ માટે દેશભરમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની માંગ કરી છે. રાષ્ટ્રીય આઈએમએના અધ્યક્ષ ડૉ સહજાનંદ પ્રસાદ સિંહે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય લોકડાઉનની અપીલ કરે છે.

IMA-CAITએ કેન્દ્રને તાત્કાલિક લોકડાઉન કરવાની કરી માંગ, કહ્યું કે કોરોનાના કેસ વધતા તણાવમાં મેડિકલ ફોર્સ
ફાઇલ ફોટો

Coronavirus: કોરોનાના કેસમાં વૃદ્ધિ થતી જોઈ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) કેન્દ્રને 15 દિવસ માટે દેશભરમાં સંપૂર્ણ રીતે લોકડાઉનની માંગ કરી છે. રાષ્ટ્રીય આઈએમએના અધ્યક્ષ ડૉ સહજાનંદ પ્રસાદ સિંહે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય લોકડાઉનની અપીલ કરે છે.

આ સાથે જ સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહસચિવ પ્રવીણ ખંડેલવાલે પણ કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવા તરત જ દેશવ્યાપી લોકડાઉનનો આગ્રહ કર્યો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને બિહારમાં એક દિવસમાં 13, 534 નવા કોરોના દર્દીઓના સામે આવ્યા બાદ માંગ કરી.

સીએઆઈટી દ્વારા કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેક્ષણમાં ભાગ લેવાવાળા ઓછામાં ઓછા 67ટકા લોકોએ દેશમાં બગડતી કોરોનાની સ્થિતિને જોઈને દેશવ્યાપી બંધનું આહવાન કર્યુ છે.બીજી તરફ આઈએમએના અધ્યક્ષ ડૉ સહજાનંદ પ્રસાદ સિંહે કહ્યું કે આ મહામારીથી બચવા માટે જલ્દી લોકડાઉન લગાડવું જોઈએ.

તેમનું કહેવુ છે કે ડૉક્ટર પહેલેથી જ ઘણા તણાવમાં છે. વરિષ્ઠ ડૉક્ટર સહજાનંદ પ્રસાદ સિંહે કહ્યું કે યૂનાઈટેડ કિંગડમ અને ચીને લોકડાઉન લાગૂ કરી વાયરસના પ્રસારને રોકવા સાચા પગલા લીધા. બીજી તરફ  અમેરિકાને લોકડાઉન ન કર્યુ અને ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

કેટલાય વરિષ્ઠ ડૉક્ટરોએ તત્કાલ લોકડાઉનના પક્ષમાં છે. પટના મેડિકલ કોલેજ હૉસ્પિટલ (PMCH)ના પ્રમુખ ડૉ. વિધાપતિ ચૌધરી PMCHના અધિક્ષકો સિવાય એમ્સ-પટનાના નિદેશક ડૉ.પીકે સિંહ અને ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થા (IGIMS)ના નિદેશક ડૉ. એન આર વિશ્વાસ તમામનું કહેવુ છે કે લોકડાઉનના બાદ જ કેસ ઓછા થશે.

સીઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે દેશવ્યાપી લોકડાઉન સંભવ ન હોય તો કેન્દ્રએ રાજ્યોને લોકડાઉન લગાવવાનું કહે કે જ્યાં સતત કેસ વધી રહ્યા છે. ખંડેલવાલે કહ્યું કે દેશભરમાં 9 હજારથી વધારે લોકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો અને 78.2ટકા લોકો એ આ વાત પર સહમતી વ્યકત કરી કે બીજી લહેર બેકાબૂ થઈ ગઈ છે. તેમણે કહ્યું તે 67.5 ટકા લોકોએ દેશવ્યાપી લોકડાઉનને લઈ સહમતિ દર્શાવી છે.

આ પણ વાંચો: Corona Virus: સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ‘સરકાર ન કહે કે કેટલો ઓક્સિજન છે પણ એ કહે કે કેટલો સપ્લાય થયો’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati