AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોના બ્લાસ્ટ : છેલ્લા 24 કલાકમાં 2.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા, ઓમિક્રોનની રફ્તાર પણ યથાવત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા હવે વધીને 12.72 લાખ પર પહોંચી ગઈ છે.

દેશમાં કોરોના બ્લાસ્ટ : છેલ્લા 24 કલાકમાં 2.64 લાખથી વધુ નવા કેસ નોંધાયા, ઓમિક્રોનની રફ્તાર પણ યથાવત
Increase Corona Case in india
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 10:47 AM
Share

Corona Update : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં (Corona Case) ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોવિડ-19ના 2,64,202 નવા કેસ નોંધાયા છે. જ્યારે 315 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 4,85,350 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Union Health Ministry) જણાવ્યુ કે, સમગ્ર દેશમાંથી નોંધાયેલા કોવિડના નવા કેસ પાછલા દિવસ બુધવાર કરતા 6.7 ટકા વધુ છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે કોરોનાના 2,47,417 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાનો કહેર યથાવત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ,દેશમાં કોરોના વાયરસના એક્ટિવ દર્દીઓની(Corona Active Case)  સંખ્યા હવે વધીને હાલ 12.72 લાખ થઈ ગઈ છે. સરકારી ડેટા અનુસાર, ગુરુવારે 1,09,345 દર્દીઓ સાજા થયા બાદ રજા આપવામાં આવી હતી. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,48,24,706 પર પહોંચી છે. બુધવારની સરખામણીમાં ગુરૂવારે કોરોના કેસોમાં 16,785 કેસનો વધારો જોવા મળ્યો છે.

ભારતમાં રિકવરી રેટ 95.20 ટકા પર પહોંચ્યો

ભારતમાં એક્ટિવ કેસ હાલમાં 12,72,073 છે, જે કુલ કેસના 3.48 ટકા છે. દૈનિક પોઝિટિવિટિ દર (Positivity Rate) 14.78 ટકા પર હાલ પહોંચ્યો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટિ દરની વાત કરીએ તો તે 11.83 ટકા છે. જો કે રાહતની વાત એ છે કે, દેશમાં રિકવરી રેટ વધીને 95.20 ટકા થયો છે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 155.39 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે દેશમાં 73,08,669 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી અહેવાલ મુજબ, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,55,39,81,819 થઈ ગયો છે.

ઓમિક્રોનના કેસમાં ઉછાળો

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ, દેશમાં ગુરુવારે કોરોના વાયરસ માટે 17,87,457 નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 69.90 થઈ ગયો છે. બીજી તરફ ઓમિક્રોનનો (Omicron Case) આંતક પણ યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5700ને પાર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : કોરોનાની ત્રીજી લહેરમાં મજૂરોનું શહેરોમાંથી ગામડા તરફ પલાયન શરૂ થયું ? વાંચો સરકારે આ અંગે શું આપ્યો જવાબ

g clip-path="url(#clip0_868_265)">