Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી હોય છે પોઝિટીવ

Ahmedabad: કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી બહાર લાગી કતારો, 100 કોવિડ RTPCR ટેસ્ટમાંથી 15થી 16 દર્દી હોય છે પોઝિટીવ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 11:14 AM

સોલા સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 80 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દી કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. શરદી-ખાંસી, તાવ, ગળામાં દુખાવો હોય તેવા દર્દી ટેસ્ટ માટે આગ્રહ રાખી રહ્યા છે.

કોરોના (Corona)ની ત્રીજી લહેર (third wave)શરૂ થતાં જ રોજ રેકોર્ડબ્રેક કેસ વધી રહ્યા છે. જેના કારણે કોરોના ટેસ્ટિંગ (Corona testing) માટે સરકારી અને ખાનગી લેબોરેટરીમાં ફરીવાર કતારો લાગવા લાગી છે. અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર 100 કોવિડ RTPCR ટેસ્ટિંગમાંથી 15થી 16 દર્દી કોરોના પોઝિટીવ આવી રહ્યા છે.

અમદાવાદની સિવિલ અને સોલા સિવિલમાં અત્યારે કોવિડ શંકાસ્પદના રોજના 70થી 100 શંકાસ્પદોના કોવિડ ટેસ્ટ થઈ રહ્યા છે. સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના ડૉક્ટર કનુ પટેલે કહ્યું કે શુક્રવારે બીજે મેડિકલ કોલેજ ખાતે 70 જેટલા શંકાસ્પદ દર્દીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દી પોઝિટીવ મળી આવ્યા હતા. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી ઓછા પોઝિટીવ કેસ હતા. પરંતુ તેમાં અચાનક ઉછાળો આવ્યો છે.

બીજીતરફ સોલા સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 80 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 12 દર્દી કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. શરદી-ખાંસી, તાવ, ગળામાં દુખાવો હોય તેવા દર્દી ટેસ્ટ માટે આગ્રહ રાખી રહ્યા છે. ખાનગી લેબોરેટરીમાં દર 100 ટેસ્ટમાંથી 8થી 12 દર્દી કોરોના પોઝિટીવ આવી રહ્યા છે.

મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ નવા 5,396 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા છે તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 18 હજારને પાર એટલે કે 18,583 પર પહોંચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2,281 નવા કેસ નોંધાયા તો સુરત શહેરમાં 1350, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203 કેસ, વલસાડમાં 142, આણંદમાં 133 અને ખેડામાં 104 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સુરત જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,128 થયો છે.

આ પણ વાંચોઃ

કોરોના તબીબી આલમમાં ઘૂસ્યોઃ રાજ્યમાં 40થી વધુ તબીબો પોઝિટિવ

આ પણ વાંચોઃ

Ahmedabad: હોટેલ ઈન્ડસ્ટ્રીને થશે કરોડોનું નુકસાન, વાયબ્રન્ટ સમિટ રદ થતાં કરોડોના બૂકિંગ કેન્સલ થયા

Published on: Jan 08, 2022 09:56 AM
g clip-path="url(#clip0_868_265)">