Vadodara: કોરોનાના કેસ વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત પોલીસ એક્શનમાં, સંક્રમણ રોકવા કવાયત હાથ ધરી
વડોદરામાં ભીડભાડ વાળા બજારોમં જ્યાં લોકો વધુ જોવા મળે છે,ત્યાં લોકો માસ્ક સહિતની ગાઇડલાઇનનો અમલ કરે સાથે જ સોશિય ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે અંગે સમજાવવામાં આવી રહ્યા છે.
વડોદરા(Vadodara) શહેરમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન(Vadodara Municipal Corporation) અને પોલીસ દ્વારા કોરોના સંક્રમણને રોકવા કવાયત હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમ અને પોલીસ મળી ભીડવાળી જગ્યાઓ પર JET દ્વારા પેટ્રોલિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. બજાર, શોપિંગ મોલમાં એનાઉસમેન્ટ કરી જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વડોદરામાં ભીડભાડ વાળા બજારોમં જ્યાં લોકો વધુ જોવા મળે છે,ત્યાં લોકો માસ્ક સહિતની ગાઇડલાઇનનો અમલ કરે સાથે જ સોશિય ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તે અંગે સમજાવવામાં આવી રહ્યા છે. હાલ તો લોકોને સમજાવવાની કામગીરી ચાલી રહી છે. જો કે આગળ જતા પણ આ જ સ્થિતિ રહેશે તો દંડ સહીતની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
મહત્વનું છે કે મહત્વનું છે કે 7 જાન્યુઆરીએ નવા 5396 કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 18 હજારને પાર એટલે કે 18,583 પર પહોચ્યો છે.
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2281 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1350, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203 કેસ, વલસાડમાં 142, આણંદમાં 133 અને ખેડામાં 104 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સુરત જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,128 થયો છે.
આ પણ વાંચોઃ
Navsari: આરોગ્ય સુવિધાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીની બેઠક યોજાઈ, આ વિષયો પર થઈ ચર્ચા
આ પણ વાંચોઃ