Corona Update : દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં વધારો, છેલ્લા 24 ક્લાકમાં 6148 લોકોએ જીવ ગુમાવ્યો

દેશમાં Corona થી મૃત્યુની બાબતમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.  છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ચેપને કારણે 6,148 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Corona Update : દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં વધારો, છેલ્લા 24 ક્લાકમાં 6148 લોકોએ જીવ ગુમાવ્યો
દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યામાં વધારો
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 3:16 PM

Corona વાયરસની બીજી લહેરમાં રાહતના સંકેત મળી રહ્યા છે. પરંતુ કોરોનાને કારણે થતાં મૃત્યુ(Death)થી સરકારને ચિંતામાં મૂકી દીધી છે. દેશમાં કોરોનાથી મૃત્યુની બાબતમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.  છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ચેપને કારણે 6,148 લોકોએ જીવ ગુમાવ્યો છે.એક દિવસમાં Coronaથી થયેલા વધુ મૃત્યુ (Death)થી લોકોમાં અને સરકારની ચિંતા વધી છે.

બિહારમાં મૃત્યુની સંખ્યામાં વધારો થવાને કારણે મોતની સંખ્યામાં આ ઉછાળો જોવા આવ્યો છે.

દેશમાં પ્રથમવાર મૃત્યુની આટલી સંખ્યા નોંધાઈ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આરોગ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન Corona ના 94,052 નવા કેસ નોંધાયા છે જ્યારે 6,148 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ દરમિયાન 1,51,367 લોકો પણ કોરોના ચેપથી મુક્ત થયા છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં 2,91,83,121 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 11,67,952 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 2,76,55,493 કોરોના મુક્ત થઈ ગયા છે જ્યારે 3,59,676 લોકો ચેપને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

વિશ્વમાં એક જ દિવસમાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા

ભારતમાં 24 કલાકમાં કોરોનાને કારણે 6,148 લોકોનાં મૃત્યુ(Death)થયાં છે. જે આખા વિશ્વના કોઈપણ દેશમાં સૌથી વધુ છે. આ પહેલા 18 મેના રોજ ભારતમાં કોરોનાથી 4,529 લોકોનાં મોત થયાં હતાં. જે તે સમયે વિશ્વની સૌથી વધુ સંખ્યા હતી. જેમાં 18 મેના રોજ યુ.એસ. માં 4,468 લોકો અને 6 એપ્રિલે બ્રાઝિલમાં 4,211 મૃત્યુ થયા હતા.

કોરોનાના નવા કેસ સતત ત્રીજા દિવસે એક લાખથી ઓછા 

કોરોનાના નવા કેસોમાં ઘટાડો ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવી રહ્યા છે. સારી વાત એ છે કે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. આને કારણે કોરોનાના સક્રિય કેસની સંખ્યા પણ 12 લાખથી નીચે આવી ગઈ છે. અત્યાર સુધીમાં 2,76,55,493 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.

બિહારમાં  કોરોના  મૃત્યુ આંક અચાનક વધી ગયો

બિહારમાં આરોગ્ય વિભાગે બુધવારે કોરોનાથી મૃત્યુ આંકમાં એક મોટો વધારો થયો હતો. ત્યારબાદ બિહારમાં કુલ મૃત્યુઆંક 9,429 પર પહોંચી ગયો છે. મંગળવાર સુધીમાં બિહારમાં મૃત્યુઆંક 5458 રહ્યો હતો. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે 5,478 નો આંકડો હતો જેમાં 3951 લોકોનાં મોતનાં આંકડામાં શામેલ કરવામાં આવ્યા હતા. તેની બાદ કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા વધીને 9429 થઈ ગઈ છે. જો કે આ મોત ક્યારે થયા તે જણાવવામાં આવ્યું નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">