મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો ઘટાડો, 24 કલાકમાં નોંધાયા 39,923 કેસ

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે મૃત્યુઆંક ચોક્કસપણે રાજ્ય સરકાર માટે ચિંતાનું કારણ છે. શુક્રવારે રાજ્યમાં 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે, જ્યારે મુંબઇમાં 1,657 નવા દર્દીઓ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં છ દિવસથી 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો ઘટાડો, 24 કલાકમાં નોંધાયા 39,923 કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો ઘટાડો

મહારાષ્ટ્રમાં દરરોજ Corona  વાયરસના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે મૃત્યુઆંક ચોક્કસપણે રાજ્ય સરકાર માટે ચિંતાનું કારણ છે. શુક્રવારે રાજ્યમાં 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે, જ્યારે મુંબઇમાં 1,657 નવા દર્દીઓ મળી આવ્યા છે. મહારાષ્ટ્રમાં છ દિવસથી 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 39,923 નવા કોરોનાના  દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 53,249 લોકોને રજા આપવામાં આવી છે. જયારે 695 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં Corona કેસનો કુલ આંક વધીને 53,09,215 પર પહોંચી ગયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક વધીને 79,552 પર પહોંચી ગયો છે. હાલમાં 5,19,254 સક્રિય કેસ છે. તેમજ મુંબઇમાં છેલ્લા એક દિવસમાં 2,572 લોકો સ્વસ્થ થયા છે. શહેરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 37,656 થઈ ગઈ છે. જ્યારે કેસો 199 દિવસમાં બમણા થઈ રહ્યા છે.

ગુરુવારે રાજ્યમાં Corona  ના  42582 નવા કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 24 કલાકમાં 850 લોકોના મોત Corona વાયરસને કારણે થયા હતા. આ સાથે રાજ્યમાં ચેપથી કુલ મૃત્યુ 78,857 પર પહોંચયા છે. કોરોનાની બીજી લહેર દેશમાં કોરોનાનો કહેર મચાવ્યો છે. જેમા મહારાષ્ટ્ર સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. આ અગાઉ બુધવારે 46781 નવા કેસ અને 816 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે રાજ્યમાં મંગળવારે 40956 અને સોમવારે 37236 નવા કેસ નોંધાયા હતા.