વંદે ભારતને પાટા પરથી ઉથલાવવાનું કાવતરું, ટ્રેક પરથી મળ્યાં પથ્થરો અને લોખંડના સળિયા
જયપુરથી ઉદયપુર આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસના પાટા પર પથ્થરો અને લોખંડના સળિયા પડ્યા હતા. સ્પીડમાં આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પણ કેટલાક પથ્થરો પર દોડી હતી. ડ્રાઈવરની સુઝબુઝને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. અને નીચે ઉતરીને તો જોયું તો પાટા પર મોટી સંખ્યામાં પથ્થરો અને લોખંડના સળિયા પડ્યા હતા.

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં સોમવારે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટના તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન સાથે થઈ શકતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 સપ્ટેમ્બરે ઉદયપુર-જયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી 24 સપ્ટેમ્બરથી વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુર રૂટ પર સતત દોડી રહી છે. સોમવારે વંદે ભારત જયપુરથી ઉદયપુર પરત ફરી રહી હતી. તે સમયે રેલવે ટ્રેક પર મોટી સંખ્યામાં પથ્થરો અને લોખંડના સળિયા મુકવામાં આવ્યા હતા. વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થયાને માત્ર 10 દિવસ થયા છે. આ ત્રીજી વખત છે જ્યારે વંદે ભારત ટ્રેન મોટા અકસ્માતનો શિકાર બનવાથી બચી ગઈ છે. ટ્રાયલ દરમિયાન પણ એક પશુ ટ્રેન સાથે અથડાયું હતું. ટ્રેનના આગળના ભાગોને નુકસાન થયું હતું. બસ બે દિવસ પછી કોઈએ ટ્રેનની બોગીનો કાચ તોડી નાખ્યો. જે બાદ ટ્રેનના પાટા પર પથ્થરો અને લોખંડના સળિયા મૂકીને ટ્રેનને પાટા પરથી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
થોડો સમય પથ્થરો પર દોડ્યા બાદ ટ્રેનને રોકી દેવામાં આવી હતી
સોમવારે સવારે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુરથી સમયસર રવાના થઈ ત્યારે, માવલી-ચિત્તોડગઢ થઈને, સવારે 9:55 વાગ્યે, ગંગરાર અને સોનિયાના સ્ટેશન વચ્ચે ટ્રેનના પાટા પર પથ્થરો અને લોખંડના સળિયા મળી આવ્યા હતા. જેના પરથી ટ્રેન થોડે દૂર દોડી હતી પરંતુ ટ્રેન ચાલકે થોડુ અંતર કાપ્યા બાદ તરત જ ટ્રેન રોકી દીધી હતી. અને ટ્રેન ચાલકે નીચે ઉતરીને તો જોયું તો ટ્રેક પર લોખંડના સળિયા અને પથ્થરો પડ્યા હતા.
રેલવે અધિકારીઓએ પાટા પરથી પથ્થરો હટાવ્યા હતા
આ દરમિયાન વંદે ભારત એક્સપ્રેસમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના અંગે સંબંધિત પોલીસ, રેલવે વિભાગ અને CRPFને જાણ કરવામાં આવી હતી. રેલવે વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પથ્થર અને લોખંડના સળીયા દૂર કરવામાં આવ્યા હતા. આ પછી વંદે ભારત એક્સપ્રેસને ફરીથી રવાના કરવામાં આવી.
જીઆરપીએફ પોલીસ તપાસમાં લાગી છે
ટ્રેનને રવાના કર્યા બાદ રેલવે પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે કે ટ્રેક પર પથ્થરો અને ઈંટો કોણે મૂક્યા ? રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલાની સઘન તપાસમાં લાગેલા છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.