2024માં દુરબીન લઈને શોધવા પર પણ નહીં મળે કોંગ્રેસ: અમિત શાહ
નાગાલેન્ડમાં એક રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કોંગ્રેસ નેતા પવન ખેડાના નિવેદન પર ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા, ત્યારથી કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યું છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે નાગાલેન્ડના પ્રવાસ પર છે. આ દરમિયાન તેમને એક જનસભાને સંબોધિત કરી. આગામી ચૂંટણીને જોતા અમિત શાહે પોતાના ભાષણમાં વિપક્ષી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. અમિત શાહે કોંગ્રેસ નેતા પવનખેડાના નિવેનદને પણ આડે હાથે લેતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યુ છે. આ દરમિયાન તેમને વડાપ્રધાન મોદીના ખુબ વખાણ કર્યા અને કહ્યું કે વડાપ્રધાન મોદીની વિરૂદ્ધ જે પ્રકારની ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે, તેની નિંદા કરૂ છું.
નાગાલેન્ડમાં એક રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કોંગ્રેસ નેતા પવન ખેડાના નિવેદન પર ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા, ત્યારથી કોંગ્રેસના નેતાઓનું સ્તર નીચે જઈ રહ્યું છે. અમિત શાહે આ દરમિયાન તે નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં કોંગ્રેસ નેતા પવન ખેડા, અદાણી મામલે જેપીસીની ડિમાન્ડ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને વડાપ્રધાન મોદીના પિતાના નામની જગ્યાએ ગૌતમ અદાણીનું નામ લીધું. તેમને ભૂલથી આ ટિપ્પણી કરી હતી પણ ત્યારબાદ તેમને ભૂલ સ્વીકારી નહીં અને પોતાની વાત કરતા રહ્યા.
#WATCH | The language used by a Cong spox (Pawan Khera) for PM Modi today is not his statement,but a statement that’s in accordance with Rahul Gandhi’s nature. Rahul Gandhi used abusive language for PM Modi in 2019 & as a result Cong lost its Opposition status: Union HM Shah pic.twitter.com/vU7wPdnBes
— ANI (@ANI) February 20, 2023
આ પણ વાંચો: Mission 2024: લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપની ખાસ તૈયારીઓ, શરૂ કરશે આ મોટી યોજનાઓ
અમિત શાહે પોતાની રેલીમાં કહ્યું જો વડાપ્રધાન મોદી દેશના 80 કરોડ લોકોના જીવનમાં ખુશીઓ લાવે, દેશની સુરક્ષા પહેલા કરતા વધુ મજબૂત બનાવી તેમના માટે જે ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે હું તેની નિંદા કરૂ છું. શાહે વધુમાં કહ્યું કોંગ્રેસના પ્રવક્તાએ મોદીજી માટે જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે, તે વાત કોંગ્રેસના પ્રવક્તાની નહીં પણ તે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના સ્વભાવને અનુકુળ છે. તેમના દ્વારા દેશની જનતાની સામે કરવામાં આવી રહી છે.
શાહે સ્ટેજ પરથી 2019ની ચૂંટણીની યાદ અપાવી અને કહ્યું કે તે સમયે પણ વડાપ્રધાન મોદી માટે અભદ્ર શબ્દ કહેવામાં આવ્યા હતા. જેનું પરિણામ બધાની સામે છે. શાહે કહ્યું 2019માં પણ મોદી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પરિણામ તમે જોયું કે કોંગ્રેસ પાસેથી વિપક્ષનો દરજ્જો પણ જતો રહ્યો. જે પ્રકારની ભાષા આજે ઉપયોગ થઈ અને જેવી પ્રતિક્રિયા આવી રહી છે, તમે 2024નું પરિણામ જોજો, કોંગ્રેસ પાર્ટી દુરબીન લઈને શોધવા છતાં નહીં મળે.