મુખ્યપ્રધાન બનવા માટે શરદ પવારના પગમાં પડ્યા… અમિત શાહનો ઉદ્ધવ ઠાકરે પર મોટો હુમલો
આગામી ચૂંટણીને લઈ શાહે કહ્યું 2024માં દેશમાં ફરીથી ચૂંટણી યોજાશે. અમે અને અમારા સાથી પક્ષો શિવસેના, મહારાષ્ટ્રમાં ચૂંટણી લડીશું અને અમારી તમામ પાર્ટીઓ સાથે મળીને લડવાની છે.
ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર છે, જ્યાં આજે તેમને કોલ્હાપુરમાં વિજય સંકલ્પ રેલી આયોજિત કરી છે. આ દરમિયાન તેમને સ્ટેજ પરથી કોંગ્રેસ અને યૂપીએ સરકાર પર નિશાન સાધ્યું છે. જનસભાને સંબોધિત કરતા તેમને દેશની પહેલાની સરકારોને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર ઘેરી અને મોદી સરકારના કામ ગણાવ્યા છે. અમિત શાહે સ્ટેજ પરથી કહ્યું કે આ નવું ભારત છે અને હવે આખી દુનિયાને ખબર છે કે ભારતના સૈનિકો સામે કોઈ આંખ ઉંચી કરીને જોશે તો તેને પરિણામ ભોગવવા પડશે.
અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આઝાદી બાદ પ્રથમ વખત દેશની સુરક્ષા નીતિ સુનિશ્ચિત કરી. વડાપ્રધાને સ્પષ્ટ કરી દીધું કે અમે દુનિયાના દરેક દેશની સાથે સારા સંબંધ રાખવા ઈચ્છીએ છીએ પણ જો આપણા જવાનોને કોઈએ આંખ ઉંચી કરીને જોયા તો તેને પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાને ઉરી, પુલવામા હુમલો કર્યો. 10 જ દિવસમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘુસીને બદલો લઈ આપણા જવાન પાછા આવ્યા.
આ પણ વાંચો: ‘પત્રકારોને કામ કરતા અટકાવ્યા’, આઈટી સર્વે બાદ બીબીસીનો દાવો
અમિત શાહે કહ્યું કે આ પગલાના લીધે સમગ્ર દુનિયાને સંદેશ ગયો છે કે ભારતની સરહદ અને સેના સાથે કોઈ છેડછાડ ના કરવી જોઈએ નહીં તો તેને પરિણામ ભોગવવા પડશે. આગામી ચૂંટણીને લઈ શાહે કહ્યું 2024માં દેશમાં ફરીથી ચૂંટણી યોજાશે. અમે અને અમારા સાથી પક્ષો શિવસેના, મહારાષ્ટ્રમાં ચૂંટણી લડીશું અને અમારી તમામ પાર્ટીઓ સાથે મળીને લડવાની છે. આ ચૂંટણી ભાજપની સરકાર બનાવવા અથવા ફરીથી મોદીજીને વડાપ્રધાન બનાવવા માટે નહીં પણ હું તમને વિશ્વાસ આપું છું કે આ ભાજપની જીતની સાથે મહાન ભારતની રચનાની ચૂંટણી હશે.
અમિત શાહે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા કહ્યું 2014 પહેલા દરેક કેન્દ્રીય મંત્રી પોતાને વડાપ્રધાન સમજતા હતા. તે સમયે ખુબ જ ભ્રષ્ટાચાર હતો. પાકિસ્તાની આતંકી આપણા સૈનિકોને મારતા હતા. કોઈનામાં એટલી તાકાત નહતી કે તે આ આતંકવાદની સામે કોઈ કડક પગલા ઉઠાવે. આ દરમિયાન તેમને ઉદ્ધવ ઠાકરે પર પણ નિશાન સાધ્યું. તેમને કહ્યું 2019ની ચૂંટણીમાં ભાજપે ઉદ્ધવ ઠાકરેની સાથે પ્રચાર કર્યો હતો પણ જેવા જ ચૂંટણીના પરિણામ સામે આવ્યા, ઉદ્ધવ પોતાના આદર્શ ભૂલી ગયા અને શરદ પવારના પગમાં પળીને પોતાને મુખ્યપ્રધાન બનાવવાની અપીલ કરવા લાગ્યા. ભાજપને સત્તાની લાલચ નથી પણ અમે અમારા આદર્શો પણ ભૂલતા નથી.