કોંગ્રેસ પાર્ટીને સપ્ટેમ્બરમાં મળશે નવા અધ્યક્ષ! શું રાહુલ ગાંધી ફરી બનશે પાર્ટી પ્રમુખ? મધુસૂદન મિસ્ત્રીએ આપ્યો આ જવાબ
મિસ્ત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી અધ્યક્ષના નામનો સવાલ છે તો હું કોઈ એક નામ વિશે નથી બોલી શકતો. તેમને કહ્યું કે એ જોવાનું રહેશે કે કેટલા લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેની પર નિર્ભર રહેશે કે ચૂંટણી કેવી રીતે થશે.
કોંગ્રેસ પાર્ટી (Congress)ને સપ્ટેમ્બર મહિના સુધીમાં અધ્યક્ષ મળી જશે. આ વાતની જાણકારી કોંગ્રેસ સંગઠન ચૂંટણી સત્તામંડળના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રી (Madhusudan Mistry)એ આપી છે. તેમને જણાવ્યું કે ચૂંટણીને લઈ પાર્ટીની અંદર તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. હાલમાં પાર્ટીના ટોચના પદની જવાબદારી સોનિયા ગાંધી (Sonia Gandhi) સંભાળી રહ્યા છે. પાર્ટીએ ઓક્ટોબરમાં જ જાહેરાત કરી દીધી હતી કે અધ્યક્ષ પદ માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વચ્ચે ચૂંટણી થશે. સપ્ટેમ્બરમાં મેમ્બરશિપ રાઈડ પૂરી થઈ જશે.
મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે સભ્યપદને 31 માર્ચ સુધી ખત્મ કરી દેવામાં આવશે. તેમને જાણકારી આપી છે કે અધ્યક્ષની ચૂંટણી સપ્ટેમ્બર સુધી થઈ જશે. અમે સમયસર કામ પૂરું કરીશું. કોંગ્રેસ વર્કિગ કમિટીની ચૂંટણીને લઈ તેમને જણાવ્યું કે અધ્યક્ષની ચૂંટણી બાદ AICCનું સેશન બોલાવવામાં આવશે. જેમાં CWCની ચૂંટણીને લઈ નિર્ણય થશે. તેમને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ પર પ્રતિક્રિયા આપવાથી ઈનકાર કરી દીધો.
As per schedule decided by Congress Working Committee, the election process for the post of Congress president will be completed by September: Madhusudan Mistry, president, Congress’ Central Election Authority pic.twitter.com/TMCHD6yNOl
— ANI (@ANI) December 29, 2021
મિસ્ત્રીએ જણાવ્યું કે જ્યાં સુધી અધ્યક્ષના નામનો સવાલ છે તો હું કોઈ એક નામ વિશે નથી બોલી શકતો. તેમને કહ્યું કે એ જોવાનું રહેશે કે કેટલા લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેની પર નિર્ભર રહેશે કે ચૂંટણી કેવી રીતે થશે. CWCએ ઓક્ટોબરમાં જ બેઠક કરી હતી, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કોણ બનશે અધ્યક્ષ?
એક અહેવાલ મુજબ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે પાર્ટી પ્રમુખની ચૂંટણી આગામી વર્ષે 21 ઓગસ્ટ અને 20 સપ્ટેમ્બરની વચ્ચે આયોજિત કરવામાં આવશે. કોંગ્રેસ વર્કિગ કમિટીની બેઠક બાદ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે આ જાહેરાત કરી હતી. અહેવાલ મુજબ મેમ્બરશિપ ડ્રાઈવ 1 નવેમ્બરથી શરૂ થશે અને 31 માર્ચ સુધી ચાલશે.
ત્યારે બ્લોક સમિતિઓની ચૂંટણી 1લી એપ્રિલ 2022થી શરૂ થશે. જ્યારે મધુસૂદન મિસ્ત્રીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બનશે કે નહીં તેને લઈ સવાલ કરવામાં આવ્યો તો તેમને કહ્યું ‘હું નથી જાણતો કે કોણ બનશે અને કોણ નહીં’ તે ઓથોરિટી નક્કી કરશે, પરંતુ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે.
તાજેતરમાં મધુસૂદન મિસ્ત્રીએ રાજ્ય એકમોને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના સભ્યોના નામ મોકલવા કહ્યું કે જેઓ પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે મત આપવા માટે પાત્ર છે. રાજ્યના વડાઓને આપવામાં આવેલા આંતરિક મેમોરેન્ડમમાં મિસ્ત્રીએ લખ્યું, “તમને જાણ કરવામાં આવે છે કે AICC વહેલી તકે તેની બેઠક બોલાવવા માંગે છે અને તમને તારીખો અને સ્થળ વિશે જાણ કરવામાં આવશે. પાર્ટીના વચગાળાના વડા સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા પત્રમાં નેતૃત્વમાં ફેરફારની માંગ કરવામાં આવી હતી. રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓએ પણ રાહુલ ગાંધીને પાર્ટીના વડા તરીકે કાર્યભાર સંભાળવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત
આ પણ વાંચો: જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ખેડૂતોની પડખે છે : રાજેન્દ્ર ત્રિવેદી