ગુજરાતમાં ત્રીજી લહેરનો ભય, સાત દિવસમાં કોરોનાના કેસ 432 ટકા વધ્યા,13 લોકોના મોત
ગુજરાતમાં કોરોના ત્રીજી લહેરની દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાને દૈનિક કેસ 91 થી વધીને 394 સુધી પહોંચ્યા છે.
ગુજરાતમાં(Gujarat) કોરોના (Corona) સંક્રમણની ગતિ તેજ બની છે. જેમાં રાજયના મંગળવારે નોંધાયેલા કોરોનાના 384 કેસોએ રાજયના આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું છે. તેમજ ગુજરાતમાં જોવા જઇએ છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસોના પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમજ રાજયમાં કોરોના ત્રીજી લહેરની(Third Wave) દસ્તક આપતી હોય તેમ સાત દિવસમાં કોરોનાના દૈનિક કેસ 91 થી વધીને 394 સુધી પહોંચ્યા છે.
રાજયમાં આ દિવસોમાં કોરોનાના કેસોમાં ટકાવારી રીતે જોવા જઇએ તો 432 ટકાનો ઉછાળો નોંધાયો છે. જ્યારે આ સમયગાળામાં જ 13 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં સાત દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો 22 ડિસેમ્બરના રોજ કોરોનાના 91 કેસ નોંધાયા હતા. જયારે 23 ડિસેમ્બરના રોજ, 24 ડિસેમ્બરના રોજ 111 , 25 ડિસેમ્બરના રોજ 179, 26 ડિસેમ્બરના રોજ 177 , 27 ડિસેમ્બરના રોજ 204, 28 ડિસેમ્બરના રોજ 394 કેસ નોંધાયા હતા. આ દિવસો દરમ્યાન કોરોનાથી 13 લોકોના મૃત્યુ થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 28 ડિસેમ્બરના રોજ કોરોનાના 394 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 178 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 52, રાજકોટ શહેરમાં 35 કેસ, વડોદરા શહેરમાં 34, આણંદમાં 12 કેસ નોંધાયા છે. ખેડામાં કોરોના સંક્રમિત એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઆંક વધીને 10,115 થયો છે.
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમિક્રોનનો(Omicron)ખતરો વધી રહ્યો છે. જેમાં રાજ્યમાં ઓમિક્રોનની સ્થિતિ અંગે વાત કરીએ તો મંગળવારે 24 કલાક દરમિયાન રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ઓમિક્રોનના 2 નવા કેસ સામે આવ્યા છે.અમદાવાદમાં ઓમિક્રોનના જે બે નવા કેસ સામે આવ્યા છે તેમાં એક પુરુષ અને એક મહિલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.ઓમિક્રોનના નવા બે કેસની સાથે અમદાવાદમાં કુલ કેસનો આંકડો 23થી વધીને હવે 25એ પહોંચી ગયો છે.
અમદાવાદ બાદ ઓમિક્રોનના સૌથી વધુ કેસ વડોદરામાં સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન ઓમિક્રોનનો વધુ એક કેસ સામે આવ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 18 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણા અને પોરબંદરમાં પણ ઓમિક્રોનનો એક એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત
આ પણ વાંચો : Vadodara: સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા કોર્પોરેશન સંપૂર્ણપણે તૈયાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આપી માહિતી