જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ખેડૂતોની પડખે છે : રાજેન્દ્ર ત્રિવેદી

આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે " માપણી બાદની પ્રક્રિયામાં સમય જાય છે. ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીનો સમય લંબાવ્યો છે. 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા આવ્યા છે જ્યાં 96 સર્વેયરની ફાળવણી કરાઈ છે. DGPSની ફાળવણી કરાઈ છે. એક પણ પ્રશ્ન રી-સર્વેનો બાકી રાખવામાં નહીં આવે" 4 થી વધુ રીતથી આ માપણી કરવામાં આવે છે"

જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ખેડૂતોની પડખે છે : રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ પ્રધાનની જાહેરાત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 4:29 PM

ગાંધીનગર મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ” જમીન રી-સર્વેની બાબતમાં ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર ખેડૂતોની પડખે છે. વધુમાં તેમણે કહ્યું કે ” મહેસુલ કાયદા કલમ 95 હેઠળ મૂળ માપણી 1920માં પૂર્ણ થઈ, કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા, ગુજરાત એક માત્ર રાજ્ય છે જેને સમગ્ર ખેતીની જમીનની ફીલ્ડમાં જઇ પોઇન્ટ-ટુ-પોઇન્ટ કરાયો છે. જમીનના નકશા પણ ડીઝીટલ ખેડૂતોને અપાશે. સર્વે માટે ગ્રામ સભા યોજાઈ છે. LNP લેન્ડ પાર્સલ મેપ ખેડૂતોને અપાયા છે. આખરી રેકોર્ડ માટે પ્રોમોલગેશન માટે 15 દિવસ ખુલ્લું રખાયું હતું. 2016 થી હજુ સુધી આ રી-સર્વેની મુદ્દત ચાલુ છે.”

આ સાથે મહેસુલ પ્રધાને નવી જાહેરાત કરતા કહ્યું કે રી-સર્વે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે. વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. રી-સર્વેમાં મોટા ભાગના પ્રશ્નો પરિવારની વારસદારીના પેન્ડિંગ છે. ઝુંબેશમાં ભાગ રૂપે 40000 અરજીઓનો લક્ષ્યાંક હાથ પર લેવાયો છે. જેમાંથી 38000 અરજીઓની માપણીની કામગીરી પૂર્ણ કરાઇ છે. 64198 સર્વે નંબરના નિકાલ માપણીમાં કરાયા છે. 100થી વધુ વાંધા અરજી જો એક જ ગામની હોય તો એને ક્લસ્ટર તરીકે લેવામાં આવી છે, જેવી 68 ક્લસ્ટર છે. રાજ્યમાં કુલ 95 લાખ ગુજરાતના સર્વે નંબર છે, જેમાંથી 5.28 લાખના વાંધા છે. રી-સર્વે બાબતે જે બુમો પડી રહી છે એ સાચી નથી” “જેમાંથી 4.13 લાખ વાંધા અરજીની માપણી કરવામાં આવી છે”

આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે ” માપણી બાદની પ્રક્રિયામાં સમય જાય છે. ડિસેમ્બર 2022 સુધી વાંધા અરજીનો સમય લંબાવ્યો છે. 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા આવ્યા છે જ્યાં 96 સર્વેયરની ફાળવણી કરાઈ છે. DGPSની ફાળવણી કરાઈ છે. એક પણ પ્રશ્ન રી-સર્વેનો બાકી રાખવામાં નહીં આવે” 4 થી વધુ રીતથી આ માપણી કરવામાં આવે છે”

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

10 જિલ્લામાં સૌથી વધુ ફરિયાદ

બનાસકાંઠા- 20000

મહેસાણા- 19000

દેવભૂમિ દ્વારકા- 14000

જામનગર- 13000

સુરેન્દ્રનગર- 7174

સાબરકાંઠા- 6721

અરવલ્લી- 5661

વલસાડ- 5249

નવસારી- 4514

જૂનાગઢ- 4024

કુલ 1 લાખ 646 વાંધા નોંધાયા છે

11000 ગામોના સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NTPC Recruitment 2022: NTPCમાં કેટલાક પદો પર ભરતી, પરીક્ષા વગર જ કરવામાં આવશે પસંદગી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો : Money laundering Case: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાનની વધી મુશ્કેલી, EDએ અનિલ દેશમુખ સામે દાખલ કરી ચાર્જશીટ

g clip-path="url(#clip0_868_265)">