AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસની ચિંતન શિબિર અગાઉ સચિન પાઈલટે કહ્યું ‘BJPને પડકારવા બનાવીશું રણનીતિ’

રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઈલટે કહ્યું હતું કે પાર્ટીની ચિંતન શિબિર યોગ્ય સમયે થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આજે દેશમાં વાસ્તવિક મુદ્દા પર રાજનીતિ નથી થતી. કોંગ્રેસની ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તથા ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થશે.

કોંગ્રેસની ચિંતન શિબિર અગાઉ સચિન પાઈલટે કહ્યું 'BJPને પડકારવા બનાવીશું રણનીતિ'
congress-think-tank-sachin-pilot-says-strategy-to-challenge-bjp
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 8:33 PM
Share

Rajasthan: રાજસ્થાનમાં કોંગ્રેસની ચિંતન શિબિર પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી સચિન પાઈલટે કહ્યું હતું કે પાર્ટીની ચિંતન શિબિર યોગ્ય સમયે થઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આજે દેશમાં વાસ્તવિક મુદ્દા પર રાજનીતિ નથી થતી. કોંગ્રેસની ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તથા ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થશે. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટીએ 13 મેના રોજથી 15મી મે સુધી ચિંતન શિબિરનું (chintan shivir)નું આયોજન કર્યુ  છે. આ અંગે કોંગ્રેસના રણનીતિકારોનું કહેવું છે કે પાર્ટીની દશા અને દિશા પર મંથન કરવામાં આવશે.

રાજસ્થાન (Rajasthan) ઉપરાંત ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેમજ વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. એવામાં ચિંતન શિબિર કોંગ્રેસ પાર્ટી માટે મહત્વની માનવામાં આવી રહી છે. કોંગ્રેસની ચિંતન શિબિર યોજાય તે પહેલા રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી  સચિન પાઇલટે (sachin pilot) જણાવ્યું હતું કે આજે દેશમાં વાસ્તચવિક મુદ્દાઓ ઉપર રાજનીતિ થતી જ નથી. અમે ચિંતન શિબિરમાં દેશના આર્થિક, સામાજિક તેમજ ખેડૂતોને લગતા મુદ્દા પર ચર્ચા કરીશું અને તેના માધ્યમથી દેશની સરકારને સવાલો પૂછવામાં આવશે.

ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ગેહલોત બધી જવાબદારી સંભાળી રહ્યા છે. ઉદયપુર ચિંતન શિબિરમાં 6 સત્ર આયોજિત કરવામાં આવશે. જેમાં દેશની આર્થિક પરિસ્થિતિ અને આગામી ચૂંટણી આવી રહી છે તેવા રાજ્યોમાં રાજકીય પાર્ટીઓના ગંઠબંધન પર ચર્ચા થશે. પાર્ટીના આ નવસંકલ્પ ચિંતન શિબિરમાં કોંગ્રેસના આશરે 400 નેતા સામેલ થશે.

યુવાનોના મુદ્દાઓ પર થશે મંથન

સચિન પાઇલટે જણાવ્યું હતું કે શિબિરમાં આવનારા બધા ડેલિગેટ્સમાં અડધાની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે. એવામાં પાર્ટીના યુવાનોની ભૂમિકાના મુદ્દા પર પણ મંથન કરવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસના રોડમેપ અને સંગઠનમાં પરિવર્તન પર પણ મહત્વની ચર્ચા કરવામાં આવી. પાઇલટે એમ પણ કહ્યું કે યુવાનો માટે પાર્ટી હંમેશાં ગંભીર રહી છે. આ માટે એક સમિતિ બનાવીને નિર્ણય કરવામાં આવશે.

વિભિન્ન વિષયો પર બનેલી કમિટી આપશે ફીડબેક

સચિન પાઈલટે એમ પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તરફથી વિવિધ મુદ્દે કમિટી બનાવવામાં આવી છે. જેમાં પ્રસ્તુત વિષયો પર ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે દેશભરમાં કોંગ્રેસની વાપસી થાય તે માટે અમે રણનીતિ બનાવીશું. નોંધનીય છે કે ઉદયપુરમાં ચિંતન શિબિરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારથી 6 દિવસ ઉદયપુરમાં જ રોકાશે અને ચિંતન શિબિર બાદ 16 મેના રોજ બાંસવાડામાં સોનિયા ગાંધીની એક સભા યોજાશે.

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">