Surat : ખાડી સફાઈ મુદ્દે શાસક-વિપક્ષ ભાઈ ભાઈ, કોંગ્રેસ દ્વારા નેતાઓના ફોટા સાથે લગાવવામાં આવ્યા બેનરો
સુરત (Surat )પાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હતો પણ હવે ધીરે ધીરે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવાનું શરૂ કર્યું હોય તેવું લાગે છે પણ હવે કોંગ્રેસે પોતાનું વજૂદ સાચવવા માટે વિરોધ કર્યો છે.
સુરતના(Surat ) પુણા વિસ્તારમા અંજન બુટભવાની પાસે જે ખાડી(Bay ) પસાર થઈ રહી છે જે ખાડીમાં થતી ગંદકીનો કોઈ નિકાલ કરવામાં ન કરવામાં આવતા કોંગ્રેસ(Congress ) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.આવો જ વિડીયો પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પણ ભાજપ વિરુદ્ધ વિરોધ કર્યો હતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા આખરે હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો..
સુરતના પુણા વિસ્તામાંથી પસાર થતી ખાડીમાં પારાવાર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે.આ ખાડીને બજેટમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ કામગીરી કરવામાં આવી નથી.જેનો વિરોધ આજરોજ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ ખાડીમાં કચરો અને પારાવાર ગંદકી છે છતાં પણ શાસકપક્ષના એકપણ નેતા દ્વારા અહીં કામગીરી કરવામાં ન આવતી હોવાનો આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં ચોમાસાની સીઝન આવી રહી છે છતાં પણ પ્રિ- મોન્સુન કામગીરી પણ કરવામાં નથી આવી.
જેના કારણે અહીં ખાડીપુરની શકયતા સેવાઈ રહી છે.માત્ર બજેટમાં ખાડીનો સમાવેશ કરી સોસાયટીમાં જઈને શાસકપક્ષના નેતાઓ ફટાકડા ફોડી માત્ર ઉજવણી કરી રહ્યા છે, પણ કામગીરી તો એકદમ ઝીરો છે. જો આ ખાડીની ગંદકી દુર નહીં થાય તો આગામી સમયમાં ખાડીપુર આવે તો નવાઈની વાત નથી.સાથે સાથે કોંગ્રેસે શાસક અને વિરોધ પક્ષ ભાઈ ભાઈ નામના બેનર મારીને વિરોધ નોંધાવ્યો હતો.વારંવાર રજુઆત છતાં કોઈ નિકારણ ન હોવાથી કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો છે.
જ્યારે સુરત પાલિકામાં આમ આદમી પાર્ટી દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હતો પણ હવે ધીરે ધીરે વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવાનું શરૂ કર્યું હોય તેવું લાગે છે પણ હવે કોંગ્રેસે પોતાનું વજૂદ સાચવવા માટે વિરોધ કર્યો છે. આજે શહેરના કેટલાક વિસ્તારના જ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિરોધ કર્યો હતો જેમાં ભાજપ અને વિરોધ પક્ષ ના બેનરો લગાવી વિરોધ કર્યો હતો હવે જોવું રહ્યું કે આ તામમાં લોકોના વિરોધ વચ્ચે સ્થાનિક લોકોની સમસ્યા નો નિકાલ ક્યારએ આવશે તે જોવું રહ્યું..