સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે કરી વાતચીત, શું અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓને મનાવી શકશે કોંગ્રેસ અધ્યક્ષ ?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતાઓની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓએ બુધવારે દિલ્હીમાં બેઠક કરી હતી.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election) હાર બાદ કોંગ્રેસ (Congress Party) નેતૃત્વ અને અસંતુષ્ટ G-23 જૂથ સાથે પક્ષના વડા સોનિયા ગાંધીએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સાથે વાત કરી હોવાનું જાણવા મળ્યુ છે.સુત્રોના જણાવ્યા અનુસાર G-23 નેતાઓએ જણાવ્યું હતું કે, પક્ષ માટે આગળનો એકમાત્ર રસ્તો એ છે કે સામૂહિક અને સર્વસમાવેશક નેતૃત્વ તેમજ તમામ સ્તરે નિર્ણય લેવાનું મોડલ અપનાવવું.
G-23ના કેટલાક નેતાઓ આઝાદના ઘરે મળ્યા હતા
તમને જણાવી દઈએ કે,G-23ના કેટલાક નેતાઓ બુધવારે આઝાદના ઘરે ડિનર પર મળ્યા હતા. જેમાં ત્રણ નવા ચહેરા જોવા મળ્યા,જેમાં વરિષ્ઠ નેતા મણિશંકર ઐયર, લોકસભા સાંસદ અને પંજાબના ભૂતપૂર્વ CM અમરિન્દર સિંહની પત્ની પ્રનીત કૌર અને ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલા, જેમણે 2017માં કોંગ્રેસ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, વાઘેલા 2019માં NCPમાં જોડાયા હતા, પરંતુ ગયા વર્ષે તેમણે છોડી દીધું હતું.તેઓ કોંગ્રેસમાં પાછા ફરવા ફરી આતુર છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતાઓની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓએ બુધવારે દિલ્હીમાં બેઠક કરી હતી. આ નેતાઓએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)ના ઘરે બેઠક કરી હતી. કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ સાથે કોંગ્રેસ નેતા શશી થરૂર, મણિશંકર ઐયર, પીજે કુરિયન, પ્રનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર પણ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા હતા.
Congress leaders Kapil Sibal, Bhupinder Singh Hooda, Anand Sharma, Manish Tewari and other leaders arrive at the residence of Ghulam Nabi Azad in Delhi pic.twitter.com/ASTY2JfzS9
— ANI (@ANI) March 16, 2022
મલ્લિકાર્જૂન ખડગેનું મોટુ નિવેદન
મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું હતું કે, આખી કોંગ્રેસમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કોઈ નબળું પાડી શકે નહીં અને પાર્ટીના તમામ લોકો તેમની સાથે છે. આ લોકો સભાઓ કરતા રહેશે અને ભાષણો આપતા રહેશે.ખડગેએ કહ્યું,‘સોનિયા ગાંધી એ તમામ પગલાં લઈ રહ્યા છે, જેની CWCમાં ચર્ચા થઈ હતી. આ સાથે G23 જુથ પર આરોપ લગાવ્યો કે તેઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના સંકેત, શંકરસિંહ વાઘેલા જી-23 નેતાઓની બેઠકમાં હાજર
આ પણ વાંચો : રામમંદિર નિર્માણનું 30 ટકા કામ પૂર્ણ, ચંપત રાયે કહ્યું ‘પરિસરમાં એક સાથે બે લાખ શ્રદ્ધાળુઓ રહી શકશે’