AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના સંકેત, શંકરસિંહ વાઘેલા જી-23 નેતાઓની બેઠકમાં હાજર

ગુજરાતના રાજકારણમાં પરિવર્તનના સંકેત, શંકરસિંહ વાઘેલા જી-23 નેતાઓની બેઠકમાં હાજર

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 11:15 PM
Share

શંકરસિંહના કોંગ્રેસના પ્રવેશની અટકળો વચ્ચે અસંતુષ્ટો સાથે જોવા મળતા અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. ગાંધી પરિવારની નેતાગીરી સામે જી-21 નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે.

ગુજરાતના(Gujarat)  રાજકારણમાં મોટા પરિવર્તનના સંકેત સામે આવ્યા છે. જેમાં ગુજરાતના પુર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા(Shankersinh Vaghela)  કોંગ્રેસ નેતાઓની જી-21 મિટિંગમાં હાજર રહ્યા છે. દિલ્લીમાં ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને જી-23  ના નેતાઓની(G -23 leaders)  મીટિંગ ચાલી રહી છે. જેમાં શંકરસિંહના કોંગ્રેસના પ્રવેશની અટકળો વચ્ચે અસંતુષ્ટો સાથે જોવા મળતા અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. ગાંધી પરિવારની નેતાગીરી સામે જી-23 નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં નેતાઓની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓ આજે દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે. આ નેતાઓ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ના ઘરે બેઠક કરી રહ્યા છે. કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી બેઠકમાં ભાગ લેવા માટે આઝાદના ઘરે પહોંચી ગયા છે. આ સાથે કોંગ્રેસ નેતા શશી થરૂર, મણિશંકર ઐયર, પીજે કુરિયન, પ્રનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર પણ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા હતા.

અગાઉ આ બેઠક કપિલ સિબ્બલના ઘરે યોજાવાની હતી, પરંતુ સિબ્બલે ગાંધી પરિવાર વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદન આપ્યા બાદ સભાનું સ્થળ બદલવામાં આવ્યું, આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે જી-23 ગ્રુપના પ્રમુખ સભ્ય કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડીને અન્ય કોઈને જવાબદારી સોંપવી જોઈએ. G23 નેતાઓની બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક બાદ પણ ‘G 23’ જૂથના નેતાઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કપિલ સિબ્બલ એક સારા વકીલ હોઈ શકે છે, પરંતુ તેઓ સારા નેતા નથી. તેઓ કોંગ્રેસ માટે કોઈ ગામમાં ગયા નથી.

આ પણ વાંચો : એરપોર્ટ પર હોળીનો માહોલ, અમદાવાદનું SVPI એરપોર્ટ હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ

આ પણ વાંચો : Ahmedabad : લાલદરવાજાની ઉડીપી રેસ્ટોરન્ટમાં સ્પ્રિંગ ઢોસામાંથી મરેલો વંદો નીકળ્યો

g clip-path="url(#clip0_868_265)">