કોંગ્રેસમાં ઘમાસાણ! દિલ્હીમાં G-23 નેતાઓની બેઠક, સિબ્બલ-તિવારી સહિત અનેક નેતાઓ પહોંચ્યા ગુલામ નબી આઝાદના ઘરે, ફરી કરશે નેતૃત્વ પરિવર્તનની માંગ

આ સાથે કોંગ્રેસ નેતા શશી થરૂર, મણિશંકર ઐયર, પીજે કુરિયન, પ્રનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર પણ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા.

કોંગ્રેસમાં ઘમાસાણ! દિલ્હીમાં G-23 નેતાઓની બેઠક, સિબ્બલ-તિવારી સહિત અનેક નેતાઓ પહોંચ્યા ગુલામ નબી આઝાદના ઘરે, ફરી કરશે નેતૃત્વ પરિવર્તનની માંગ
Ghulam Nabi Azad and Kapil Sibbal (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 9:50 PM

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ (Congress)માં નેતાઓની બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ G-23 જૂથના નેતાઓ આજે દિલ્હીમાં બેઠક કરી રહ્યા છે. આ નેતાઓ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)ના ઘરે બેઠક કરી રહ્યા છે. કપિલ સિબ્બલ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, આનંદ શર્મા, મનીષ તિવારી બેઠકમાં ભાગ લેવા માટે આઝાદના ઘરે પહોંચી ગયા છે. આ સાથે કોંગ્રેસ નેતા શશી થરૂર, મણિશંકર ઐયર, પીજે કુરિયન, પ્રનીત કૌર, સંદીપ દીક્ષિત અને રાજ બબ્બર પણ પાર્ટીના નેતા ગુલામ નબી આઝાદના ઘરે પહોંચ્યા હતા.

અગાઉ આ બેઠક કપિલ સિબ્બલના ઘરે યોજાવાની હતી, પરંતુ સિબ્બલે ગાંધી પરિવાર વિરુદ્ધ ખુલ્લેઆમ નિવેદન આપ્યા બાદ સભાનું સ્થળ બદલવામાં આવ્યું, આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે જી-23 ગ્રુપના પ્રમુખ સભ્ય કપિલ સિબ્બલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે ગાંધી પરિવારે કોંગ્રેસનું નેતૃત્વ છોડીને અન્ય કોઈને જવાબદારી સોંપવી જોઈએ. G23 નેતાઓની બેઠક અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠક બાદ પણ ‘G 23’ જૂથના નેતાઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કપિલ સિબ્બલ એક સારા વકીલ હોઈ શકે છે, પરંતુ તેઓ સારા નેતા નથી. તેઓ કોંગ્રેસ માટે કોઈ ગામમાં ગયા નથી.

મલ્લિકાર્જૂન ખડગેનું મોટુ નિવેદન

મલ્લિકાર્જુન ખડગેએ એમ પણ કહ્યું હતું કે આખી કોંગ્રેસમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને કોઈ નબળું પાડી શકે નહીં અને પાર્ટીના તમામ લોકો તેમની સાથે છે. “તેમને (G23 જૂથના નેતાઓને) 100 બેઠકો કરવા દો,” ખડગેએ કહ્યું સોનિયા ગાંધીને કોઈ નબળું પાડી શકે નહીં. કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણપણે તેમની સાથે છે. આ લોકો સભાઓ કરતા રહેશે અને ભાષણો આપતા રહેશે.’ ખડગેએ કહ્યું, ‘સોનિયા ગાંધી એ તમામ પગલાં લઈ રહ્યા છે, જેની CWCમાં ચર્ચા થઈ હતી. જો તેઓ (G23) આવું બોલે તો તેનો અર્થ એ થશે કે તેઓ વારંવાર બેઠકો કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સોમવારે કહ્યું હતું કે ગાંધી પરિવારના લોકોએ હવે સાથ આપવો જોઈએ અને અન્ય નેતાઓને નેતૃત્વ આપવું જોઈએ. તેમણે તો એમ પણ કહ્યું હતું કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ થવી જોઈએ.

આ પણ વાંચો: Jamnagar : હાપા માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક, માર્કેટ યાર્ડ એક સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય

આ પણ વાંચો: ધરતી માતાને ઝેરથી મુક્ત કરવાના PM MODIના અભિયાનને સફળ બનાવવા પ્રાકૃતિક ખેતી મહત્વનું અંગ બની રહેશે : કૃષિમંત્રી રાઘવજી પટેલ

g clip-path="url(#clip0_868_265)">