કર્ણાટકમાં 100% કોંગ્રેસ સત્તામાં આવશે, BJP-RSS ધર્મના આધારે દેશનું વિભાજન કરે છે: મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કહ્યું કે અમારે સંસદથી રોડ સુધી લડવું પડશે. દેશમાં બેરોજગારી અને મોંઘવારી છે, જીડીપી ગ્રોથ રેટ ઘટી રહ્યો છે, રૂપિયાની કિંમત ઘટી રહી છે, પેટ્રોલ અને ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે.

કર્ણાટકમાં 100% કોંગ્રેસ સત્તામાં આવશે, BJP-RSS ધર્મના આધારે દેશનું વિભાજન કરે છે: મલ્લિકાર્જુન ખડગે
Mallikarjun Kharge
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2022 | 5:19 PM

કોંગ્રેસના (Congress) અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge) રવિવારે બેંગલુરુમાં કહ્યું હતું કે કર્ણાટકમાં અમારી પાર્ટી 100 ટકા ફરી સત્તામાં આવશે. તેમણે કહ્યું કે અમારા નેતાઓ સખત મહેનત કરી રહ્યા છે. તેઓ (BJP-RSS) અહીં સ્વાયત્ત સંસ્થાઓ અને સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહ્યા છે. ખડગેએ વધુમાં કહ્યું કે અમારે સંસદથી રોડ સુધી લડવું પડશે. દેશમાં બેરોજગારી અને મોંઘવારી છે, જીડીપી ગ્રોથ રેટ ઘટી રહ્યો છે, રૂપિયાની કિંમત ઘટી રહી છે, પેટ્રોલ અને ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે.

તેમણે કહ્યું કે સંગઠનને મજબૂત બનાવવું અને ભાજપ-આરએસએસની બદલાની નીતિઓ સામે લડવું એ મારી ફરજ છે. તેઓ ધર્મના આધારે દેશને વિભાજિત કરી રહ્યા છે. ભાજપ-આરએસએસ દરેક બાબતને ચૂંટણીના દૃષ્ટિકોણથી જુએ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે સોમવારે એટલે કે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. ટક્કર મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે થશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભાજપ-આરએસએસ દરેક બાબતને ચૂંટણીના દૃષ્ટિકોણથી જુએ છે

આવતીકાલે મતદાન, 19 તારીખે મતગણતરી

19 ઓક્ટોબર (બુધવાર) એ ખબર પડશે કે પાર્ટીના આ મહત્વપૂર્ણ પદનો હવાલો કોણ લેશે. લગભગ 22 વર્ષ પછી ગાંધી પરિવારની બહારથી કોઈ કોંગ્રેસ અધ્યક્ષ બનશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર આ હરીફાઈમાં એકબીજાની સામે છે અને તેઓ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (પીસીસી)ના 9000 થી વધુ પ્રતિનિધિઓને આકર્ષવા માટે તેઓ વિવિધ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે.

ખડગેને આ પદ માટે પસંદગીના અને બિનસત્તાવાર રીતે અધિકૃત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે અને તેમને મોટી સંખ્યામાં વરિષ્ઠ નેતાઓ દ્વારા ટેકો મળે છે, જ્યારે થરૂરે પોતાને પરિવર્તનકર્તા તરીકે રજૂ કર્યા છે. થરૂરે તેમના પ્રચાર દરમિયાન અસમાન હરીફાઈનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે ઉમેદવારો અને પક્ષ બંનેએ જાળવી રાખ્યું છે કે ગાંધી પરિવાર ન્યાયી છે અને કોઈ સત્તાવાર ઉમેદવાર નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">