યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો

Uniform Civil Code : દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રતિભા એમ.સિંહે ડિવોર્સના એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં સમાન નાગરિકસંહિતા કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે.

યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો
Comment by DELHI HIGH COURT on Uniform Civil Code
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 6:44 PM

DELHI : દેશમાં અવારનવાર યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) ની ચર્ચા અને સાથે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા તેને લાગુ કરવાની માંગ પણ કરવામાં આવે છે. આ દરમીયાન દિલ્હી હાઈકોર્ટે (DELHI HIGH COURT) યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં ટીપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ પ્રતિભા એમ.સિંહ(Justice Pratibha M. Singh) એ ડિવોર્સના એક કેસમાં સુનાવણી દરમિયાન કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં સમાન નાગરિકસંહિતા કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવે.

જસ્ટિસ પ્રતિભા સિંહે કહ્યું કે આજનું ભારત બદલાઇ રહ્યું છે, લોકો ધીમે ધીમે જાતિ, ધર્મ અને પરંપરાગત અવરોધોમાંથી બહાર આવી રહ્યા છે, આવી સ્થિતિમાં યુવાનોને કેટલાક કિસ્સાઓમાં લગ્ન પછી છૂટાછેડા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના માટે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code)લાગુ કરવાની જરૂર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું છે સમગ્ર મામલો ? યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code) અંગે દિલ્હી હાઈકોર્ટ (DELHI HIGH COURT) નું આ નિરીક્ષણ છૂટાછેડા માટે આવેલા એક કેસમાં ચુકાદો આપતી વખતે આપવામાં આવ્યું હતું. મીણા આદિજાતિ સાથે જોડાયેલા દંપતીના છૂટાછેડાનો મામલો ન્યાયાધીશ પ્રતિભા એમ સિંઘની કોર્ટમાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ સવાલ એ હતો કે શું જૂન 2012માં હિન્દુ રિવાજો પ્રમાણે લગ્ન કરનાર દંપતીના છૂટાછેડાના કિસ્સામાં હિન્દુ મેરેજ એક્ટ-1955 ની જોગવાઈઓ લાગુ થશે કે નહીં.

પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડાની અરજીનો વિરોધ કરતાં પત્નીએ અપીલ કરી હતી કે તે રાજસ્થાનની મીણા જાતિમાંથી આવે છે, આથી હિન્દુ મેરેજ એક્ટ તેમને લાગુ પડતો નથી. ફેમિલી કોર્ટે પતિની અરજી નામંજૂર કરી દીધી હતી, ત્યારબાદ પતિએ ફેમીલી કોર્ટના આ નિર્ણયને પડકારતા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ફેમીલી કોર્ટના આદેશ પર રોક લગાવાઈ આ કેસમાં કોર્ટ સમક્ષ આ સવાલ ઉભો થયો કે શું છૂટાછેડાનો નિર્ણય હિંદુ મેરેજ એક્ટ મુજબ કરવો જોઇએ કે મીણા આદિજાતિના નિયમો અનુસાર. કોર્ટે નોધ્યું કે મીણા આદિજાતિના કેસોના નિવારણ અને સમાધાન માટે કોઈ અલગ અને વિશેષ અદાલત નથી, આવી સ્થિતિમાં યુનિફોર્મ સિવિલ કોડ (Uniform Civil Code)લાગુ કરવાની જરૂર છે.

દિલ્હી હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશ પર રોક લગાવતા ટ્રાયલ કોર્ટને હિંદુ મેરેજ એક્ટ-1955ની કલમ (13) (1) હેઠળ છ મહિનાની અંદર આ કેસમાં યોગ્યતા અંગે નિર્ણય કરવાનો આદેશ આપ્યો હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">