Breaking News: ચિન્ના જીયર સ્વામીને પદ્મ ભૂષણથી કરાયા સન્માનિત, ભારતથી અમેરિકા સુધી આપ્યું છે આધ્યાત્મિક જ્ઞાન, જુઓ Video
ચિન્ના જીયર સ્વામીને શ્રી શ્રી ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ ચિન્ના જીયર સ્વામીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમણે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે સમાનતાની મૂર્તિ બનાવી વિશ્વમાં સમાનતાનો સંદેશ આપ્યો હતો.

પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી ચિન્ના જીયર સ્વામીને 2023 માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં શ્રી શ્રી ચિન્ના જીયર સ્વામીને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વર્ષ 2023માં અલગ અલગ ક્ષેત્રની હસ્તીઓને પદ્મ સન્માનથી સન્માનિત કરાયા છે. જેમાં આધ્યાત્મિક ગુરુ ચિન્ના જીયર સ્વામીને પણ પદ્મ ભૂષણ મળ્યો છે.
ચિન્ના જીયર સ્વામીને શ્રી શ્રી ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ ચિન્ના જીયર સ્વામીના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેમણે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે સમાનતાની મૂર્તિ બનાવી વિશ્વમાં સમાનતાનો સંદેશ આપ્યો હતો. મહાન સંત રામાનુજાચાર્ય જેમણે દેશમાં સમાનતાની સરવાણી વહાવી, સમાજમાં ઉંચ નીચના ભેદને દૂર કરી માનવતાને જગાડી, એવા મહાન સ્વામી રામાનુજાચાર્યની 216 ફૂટની સૌથી ઉંચી પ્રતિમાનું ગત વર્ષે અનાવરણ કર્યું હતું.
ચિન્ના જીયર સ્વામી શ્રી વૈષ્ણવવાદના થેંકલાઈ પરંપરાના સમર્થક છે. તેમણે વૈષ્ણવ પરંપરાનો સ્વીકાર કર્યો. 23 વર્ષની ઉંમરમાં તેમણે સંસારનો ત્યાગ કર્યો અને સંન્યાસી બન્યા. સ્વામીજીએ ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં ભ્રમણ કરી સદાચારના પાઠ ભણાવ્યા. સાથે ધાર્મિક અને સદાચારના કાર્યો પણ કર્યા.
ચિન્ના જીયર સ્વામીનો જન્મ 3 નવેમ્બર 1956ના રોજ આંધ્રપ્રદેશમાં રાજમુન્દ્રી નજીક એક તમિલ ભાષી પરિવારમાં થયો. તેમના દાદા ત્રિદંડી શ્રીમન્નારાયણ રામાનુજ જીયર હતા. ચિન્ના જીયર સ્વામીએ વિદ્યાર્થીઓને વૈદિક પરંપરામાં શિક્ષિત કરવા માટે હૈદરાબાદ, ચેન્નાઈ અને યુએસમાં જીયર એજ્યુકેશનલ ટ્રસ્ટની સ્થાપના કરી છે.
તેમની શાળા તમામ માટે ખુલ્લી છે. તેઓ શાંતિ અને સદભાવનાના વૈદિક અનુષ્ઠાન કરવા માટે જાણીતા છે. તેઓ સરળ શબ્દોમાં ધાર્મિક પ્રવચનો પણ આપે છે. તેમણે સમાજ સેવાના ક્ષેત્રમાં અનેક કાર્યો કર્યા છે. આદિવાસીઓ માટે શાળાઓ અને વૃદ્ધ, અનાથ, અપંગ અને નિરાધાર માટે ઘર જેવી સુવિધા અને સેવા પૂરી પાડી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…