ચીને ફરી ગાલવાન ખીણ પર કર્યો દાવો કર્યો, ચીની સૈનિકોએ ફરકાવ્યો ધ્વજ, રાહુલ ગાંધીએ કહ્યું- ‘મોદીજી, મૌન તોડો’
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે, ગલવાનમાં અમારો ધ્વજ સારો લાગે છે. ચીનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. મોદીજી તમારું મૌન તોડો.
નવું વર્ષ શરૂ થયું છે કે ચીને (China) તેની નાપાક હરકતો બતાવવાનું શરૂ કરી દીધું છે. 1 જાન્યુઆરીએ ચીને ગલવાન ખીણમાં (Galwan Valley) તેનો દાવો કરતી વખતે, ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ચીન સરકારના વિવિધ મુખપત્રોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ગ્લોબલ ટાઈમ્સે (Global Times) ટ્વીટ કર્યું કે, ‘ભારતની સરહદ પાસેની ગલવાન ખીણમાં ‘એક ઈંચ પણ જમીન ન આપવા’ના નિયમ મુજબ, ત્યાંના PLA સૈનિકોએ (Chinese Army) 1 જાન્યુઆરી, 2022ના રોજ ચીનના લોકોને શુભેચ્છા પાઠવી હતી.
🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022.
This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) January 1, 2022
મીડિયા અહેવાલ અનુસાર, ચીન સરકાર સાથે સંકળાયેલા મીડિયા પ્રતિનિધિ શેન શિવેઈએ (Shen Shiwei) ટ્વીટ કરીને કહ્યું કે, 2022ના નવા વર્ષના દિવસે ગાલવાન ખીણમાં ચીનનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ ખૂબ જ ખાસ છે કારણ કે તે એક સમયે બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર (Tiananmen Square) પર ફરકાવવામાં આવ્યો હતો. હવે વિપક્ષી દળોએ આ મુદ્દે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. કોંગ્રેસના(Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીને(Narendra Modi) ગાલવાનમાં ચીનની ઘૂસણખોરી પર મૌન તોડવાનું કહ્યું હતું.
In the Galwan Valley near the border with #India, under the characters “Never yield an inch of land,” PLA soldiers send new year greetings to Chinese people on January 1, 2022. pic.twitter.com/NxHwcarWes
— Global Times (@globaltimesnews) January 1, 2022
અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થાનોના નામ બદલવાનો પણ પ્રયાસ કરાયો રાહુલ ગાંધીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે, ગલવાનમાં અમારો ધ્વજ સારો લાગે છે. ચીનને જડબાતોડ જવાબ આપવો જોઈએ. મોદીજી, તમારું મૌન તોડો. ચીને અરુણાચલ પ્રદેશમાં 15 સ્થળોના નામ બદલ્યાના થોડાક જ દિવસો બાદ સરહદ પર ઉશ્કેરણી સામે આવી. ત્યારે સરકારે તીખી પ્રતિક્રિયા આપી અને પુનરોચ્ચાર કર્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ 30 ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં કહ્યું, ‘અમે આવા અહેવાલો જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સ્થાનોના નામ બદલવાનો પ્રયાસ કર્યો હોય. પરંતુ આમ કરવાથી હકીકત બદલાશે નહીં.
2020માં ગલવાન ખીણમાં ઘર્ષણ થયુ હતુ ઉલ્લેખનીય છે કે, 15 જૂન 2020ના રોજ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઘર્ષણ થયુ હતુ. આ ઘર્ષણ 45 વર્ષમાં સૌથી ભીષણ સંઘર્ષોમાંનુ એક હતુ, જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ચીન સાથે સૈન્ય સંઘર્ષ થયા બાદ, સરહદ પરનો તણાવ ઓછો કરવા માટે ચીન સાથે વાટાઘાટોના ઘણા રાઉન્ડ થયા. ફેબ્રુઆરી 2021 માં, ચીને પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે ગલવાન સંઘર્ષમાં પાંચ ચીની સૈન્ય અધિકારીઓ અને સૈનિકો પણ માર્યા ગયા હતા.
આ પણ વાંચોઃ
શું ભારત પશુપાલકોની મદદથી LAC પર ચીનની ધૂસણખોરીના પ્લાન પર પાણી ફેરવી શકશે? વાંચો કેમ છે પશુપાલકો સેનાનાં આંખ અને કાન
આ પણ વાંચોઃ