છત્તીસગઢમાં રહેશે કોંગ્રેસનું વર્ચસ્વ કે ભાજપની બનશે સરકાર, જાણો એક્સિટ પોલ મૂજબ કઈ પાર્ટીને મળશે કેટલી સીટ

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 76.31 ટકા થયું હતું. પહેલા તબક્કામાં 20 સીટ અને બીજા તબક્કામાં 70 સીટ પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે.

છત્તીસગઢમાં રહેશે કોંગ્રેસનું વર્ચસ્વ કે ભાજપની બનશે સરકાર, જાણો એક્સિટ પોલ મૂજબ કઈ પાર્ટીને મળશે કેટલી સીટ
Follow Us:
| Updated on: Nov 30, 2023 | 6:37 PM

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું. જો મતદાનની ટકાવારીની વાત કરીએ તો 76.31 ટકા થયું હતું. પહેલા તબક્કામાં 20 સીટ અને બીજા તબક્કામાં 70 સીટ પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસ અને ભાજપ બંનેમાં હલચલ જોવા મળી રહી છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટ છે.

ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 સીટ મળવાની ધારણા

છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને ભૂપેશ બધેલ મ્યુખ્યપ્રધાન છે. એક્સિસ માય ઈન્ડિયાના પોલ સર્વે મુજબ છત્તીસગઢમાં ભાજપને 36-46, કોંગ્રેસને 40-50 અને અન્યને 1-5 સીટ મળવાની ધારણા છે. છત્તીસગઢમાં એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે સત્તા વિરોધી લહેર નથી. આ સર્વે 16,270 લોકો સાથે કરવામાં આવ્યો છે. તેમાં 77% ગ્રામીણ વિસ્તાર અને 23% શહેરી વિસ્તારનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી શક્યતા

આ લોકો પાસેથી મળેલી માહિતી અને ડેટાને એક્ઝિટ પોલ તૈયાર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં 56% પુરૂષ અને 44% મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક્ઝિટ પોલ સર્વે અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તેવી શક્યતા છે.

છત્તીસગઢ ભાજપે ભ્રષ્ટાચારના મુદ્દે બઘેલ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપે X પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, જો ભ્રષ્ટાચારની ઓલિમ્પિકનું આયોજન થાય તો તો ભૂપેશ ગોલ્ડ મેડલ જીતશે.

આ સર્વેમાં છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે કોને પસંદ કરવામાં આવે છે? તેનો જવાબમાં લોકોએ ભૂપેશ બઘેલને 31 ટકા જ્યારે પૂર્વ સીએમ રમણ સિંહને 21 ટકા વોટ મળ્યા છે.

આ પણ વાંચો: રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર

C વોટર સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 41-53 બેઠકો, ભાજપને 36-48 બેઠકો મળવાની શક્યતા છે. ચૂંટણીના ફાઈનલ રિઝલ્ટ 3 ડિસેમ્બરે જાહેર થશે.

Polstart સર્વેના અનુસાર છત્તીસગઢમાં કોંગ્રેસને 40-50 બેઠકો અને ભાજપને 35-45 બેઠકો મળવાની ધારણા છે.

CNX ના સર્વે મૂજબ કોંગ્રેસને 48 અને ભાજપને 39 સીટ મળી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">