“ચારધામ યાત્રામાં મુસ્લિમોના પ્રવેશ પર લગાવો રોક, આ દેવભૂમિ છે, કોઈ પર્યટન સ્થળ નથી”- મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરી
જુના અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રબોધાનંદ ગીરીએ માગ કરી છે કે ચારધામ યાત્રાના માર્ગ પર બિનહિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. આ દેવભૂમિ છે કોઈ પર્યટન સ્થળ નથી.

જમ્મુકાશ્મીરમાં ટુરિસ્ટ પર આંતકીઓેએ કરેલા જઘન્ય હુમલા બાદ સમગ્ર દેશ આક્રોષિત છે. આ હુમલા બાદ હવે તાજેતરમાં શરૂ થનારી ચારધામ યાત્રાને લઈને યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને જુના અખાડાના મહામંડલેશ્વરે યાત્રામાં કોઈ વિધર્મીને પ્રવેશ ન આપવાની માગ કરી છે. એક મીડિયા સંસ્થાન દ્વારા આયોજિત ધર્મ સંસદમાં સ્વામી પ્રબોધાનંદ ગીરીએ આ માગ કરી છે.
સ્વામી પ્રબોધાનંદ ગીરીએ કહ્યુ ચારધામ યાત્રા જીવની આંતરિક શાંતિ માટે છે. આ તીર્થોનું વાતાવરણ જીવને સમાધિ અને શાંતિ તરફ લઈ જાય છે. તેમણે કહ્યુ કે તીર્થયાત્રા જેના માટે હોય છે, એવુ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તીર્થયાત્રામાં હિંદુ આવે છે અને હિંદુઓ માટે જ તીર્થયાત્રા છે. પ્રબોધાનંદ ગીરીએ કહ્યુ આ યાત્રામાં બિનહિંદુઓના પ્રવેશને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવે. જેમ પ્રયાગરાજમાં મહાકુંભમાં બિનહિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. એમ જ ચાર ધામ યાત્રાના માર્ગ પર પણ બિન હિંદુના પ્રવેશને પ્રતિબંધિત કરવો જોઈએ.
“ચારધામમાં તીર્થાટનના ભાવથી આવવુ જોઈએ, પર્યટન બંધ કરવુ જોઈએ”
પહલગામ હુમલા અંગે મહામંડલેશ્વરે જણાવ્યુ કે આ સમગ્ર વિશ્વ માટે સંદેશ છે કે ધરતી પર અમે શાંતિ નહીં રહેવા દઈએ. આ જ ઉદ્દેશ્યથી આ હુમલો કરવામાં આવ્યો છે. મહામંડલેશ્નરે કહ્યુ કે જે-જે લોકોએ હિંદુઓને ખતમ કરી દેવાનો પ્રયાસ કર્યો છે તેઓ આ ધરતી પર ટકી શક્યા નથી. સનાતન હંમેશા રહેવાનો છે. તેમણે કહ્યુ કે ઉત્તરાખંડમાં જે ધામ પર તમે જશો, ત્યાં આપને એક અલગ જ દિવ્યતા જોવા મળે છે. દરેક ધામ પર જવુ જોઈએ. ચાર ધામ સિવાય પણ દેવભૂમિમાં અનેક તીર્થ સ્થાનો છે. ત્યા પણ જવુ જોઈએ આ દેવભૂમિ છે કોઈ પર્યટન સ્થળ નથી. અહીં તીર્થાટનના ભાવથી આવવુ જોઈએ. પર્યટન બંધ કરવુ જોઈએ. પર્યટનના ભાવથી આવીને દેવભૂમિના સ્વરૂપને બગાડવાનો પ્રયાસ ન કરો.
પાણી બંધ કરવાથી કંઈ નહીં થાય, હજારો કરોડો રૂપિયાની રાઈફલો શેના માટે ખરીદી છે?
આ તકે મહંત લોકેશદાસે જણાવ્યુ કે સરકાર મઠ-મંદિરોમાં હસ્તક્ષેપ કરવા માગતી હોય તો અમને પણ સંસદમાં જવાનો અધિકાર આપવો જોઈએ. જો એવુ થઈ શક્તુ હોય તો અમને કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યુ કે પહલગામમમાં કરાયેલો હુમલો એ ધર્મ પર પણ હુમલો છે અને એક બહુ મોટી ચૂક પમ છે. આપણા દેશમાં પહાડ-પ્લેન માટે લડાઈ થઈ રહી છે. ભાષાના મુદ્દે વિવાદ થઈ રહ્યા છે. આપણે અનેક જાતિઓમાં વિભાજીત થયેલા છીએ. હુમલાખોરો માટે આપણે સહુ કાફિર છીએ. આપણે એક્તાથી રહેવુ જોઈએ. વધુમાં તેમણે ઉમેર્યુ કે સિંધુ નદીનું પાણી બંધ કરવાથી કંઈ નહીં થાય, હજારો કરોડો રૂપિયાની રાઈફલો શેના માટે ખરીદી છે ? અમારે બદલો જોઈએ મોદીજી. તીર્થાટન અને પર્યટન અંગે તેમણે જણાવ્યુ કે જે જેવી ભાવનાથી આવે છે તેમને એવુ જ ફળ મળશે.
પહલગામ હુમલો એક પડકાર છે- સાધ્વી જયા ભારતી
સાધ્વી જયા ભારતીએ ધર્મની પરિભાષા જણાવી અને કહ્યુ કે સનાતન ધર્મ આપણને શરીર નહીં, આત્મા માને છે. હિંદુ કોઈ ધર્મ નથી, સનાતની હોવુ છે. ચેતનને સમજવુ અને તેને સમજવાની પ્રોસેસમાં લાગી રહેવુ એ સનાતન ધર્મ છે. ભારતની ઓળખ સનાતન ધર્મ છે. તેમણે પહલગામ હુમલા પર કહ્યુ કે ત્યાં આટલી મોટી સંખ્યામાં લોકોની હત્યા કરી નાખવામાં આવી, આ આપણી નબળાઈ છે કે રાજકીય હિતો માટે આપણુ વિભાજન કરવામાં આવ્યુ અને આપણે વિભાજીત થતા રહ્યા. આ હુમલો એક પડકાર છે. આપણે એક થવુ જોઈએ. સાધ્વી જયા ભારતીએ કહ્યુ કે બહારથી આતંકી હુમલા થાય છે. પરંતુ કટ્ટરવાદી તત્વો દેશની અંદર પણ તૈયાર જ બેઠા છે. જે મૂર્શિદાબાદમાં થયુ, એ કોઈ બહારના લોકોએ તો કર્યુ નથી. તેમણે કહ્યુ કે હિંદુઓએ આ સરકારને એટલા માટે જ ચૂંટી છે કે તેઓ સુરક્ષા ઈચ્છે છે. સરકારે હવે કંઈક એવુ કરવુ જોઈએ કે જે હિંદુઓને આશ્વસ્ત કરે કે તેઓ સુરક્ષિત છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
