VIDEO: તેમણે મારી પત્નિને….કહીને પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યા ચંદ્રાબાબુ નાયડુ, લીધી આકરી પ્રતિજ્ઞા

TDP વડાએ કહ્યું, "આ YSRCના અત્યાચારી શાસન સામે એક પ્રકારનુ ધર્મયુદ્ધ છે. હું લોકો પાસે જઈશ અને તેમનું સમર્થન માંગીશ. જો લોકો સહકાર આપશે, તો હું આંધ્ર પ્રદેશ રાજ્યને બચાવવાનો પ્રયાસ કરીશ.

VIDEO: તેમણે મારી પત્નિને....કહીને પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યા ચંદ્રાબાબુ નાયડુ, લીધી આકરી પ્રતિજ્ઞા
Chandrababu Naidu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 7:29 AM

તેલુગુ દેશમ પાર્ટી ( Telugu Desam Party – TDP) ના પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુએ (Chandrababu Naidu) શુક્રવારે સંકલ્પ લીધો હતો કે તેઓ સત્તામાં પાછા ન આવે ત્યાં સુધી આંધ્ર પ્રદેશ વિધાનસભામાં (Andhra Pradesh Legislative Assembly) પગ નહીં મૂકે. તેમણે તેલુગુ દેશમ પાર્ટીના ( TDP) મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “ત્યાં સુધી અમે લોકો પાસે જઈશું અને સમસ્યાનો ઉકેલ લાવીશું,” પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ભાવુક થઈ ગયા અને થોડીવાર રડતા જોવા મળ્યા. તેમણે આરોપ લગાવ્યો કે સત્તારૂઢ વાયએસઆર કોંગ્રેસ (YSR Congress) તેમને સતત અપમાનિત કરી રહી છે.

TDP વડાએ કહ્યું, “આ YSRCના અત્યાચારી શાસન સામે એક પ્રકારનુ ધર્મયુદ્ધ છે. હું લોકો પાસે જઈશ અને તેમનું સમર્થન માંગીશ. જો લોકો સહકાર આપશે, તો હું આંધ્ર પ્રદેશ રાજ્યને બચાવવાનો પ્રયાસ કરીશ.” અગાઉ, વિપક્ષના નેતાએ ગૃહમાં ભાવનાત્મક સ્વરમાં કહ્યું હતું કે શાસક વાયએસઆર કોંગ્રેસના સભ્યો દ્વારા તેમની વિરુદ્ધ સતત અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવતાં તેમને દુઃખ થયું છે. નાયડુએ કહ્યું, “છેલ્લા અઢી વર્ષથી હું લોકોના ભલા માટે અપમાન સહન કરી રહ્યો છું, પરંતુ શાંત રહ્યો. આજે તેઓએ મારી પત્નીને પણ નિશાન બનાવી છે. હું હંમેશા સન્માન સાથે આદરપૂર્વક જીવ્યો છું. હુ વધુ અપમાન સહન કરી શકતો નથી.”

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

વિધાનસભાના અધ્યક્ષ તમ્મિનેની સીતારામે, ચંદ્રાબાબુના માઈકનો સંપર્ક કાપી નાખ્યા પછી પણ નાયડુએ ગૃહમાં બોલવાનું ચાલુ રાખ્યું. શાસક પક્ષના સભ્યોએ નાયડુની ટિપ્પણીને “નાટક” ગણાવી હતી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કૃષિ ક્ષેત્ર પર સંક્ષિપ્ત ચર્ચા દરમિયાન ગૃહમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલ પછી નિરાશા વ્યક્ત કરી હતી. બાદમાં, તેમની ચેમ્બરમાં તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે અચાનક મુલાકાત થઈ, જ્યાં તેઓ અત્યંત ભાવુક થઈ ગયા. નાયડુના ભાવુક થવાથી સ્તબ્ધ થઈ ગયેલા ટીડીપીના ધારાસભ્યોએ, નાયડુને સાંત્વના આપી, ત્યારબાદ તેઓ બધા ગૃહમાં પાછા ફર્યા.

ચંદ્રાબાબુ નાયડુએ પછી તેમના નિર્ણયની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ “જ્યાં સુધી તેઓ સત્તામાં પાછા નહીં આવે ત્યાં સુધી” વિધાનસભામાં પ્રવેશ નહીં કરે. બાદમાં ગૃહમાં પહોંચેલા મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે વિપક્ષી નેતાનું વર્તન અને શબ્દો ડ્રામા સિવાય બીજું કંઈ નથી.

રેડ્ડીએ કહ્યું, “ચંદ્રબાબુ દરેક વસ્તુમાંથી માત્ર રાજકીય લાભ લેવા માંગે છે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમનું નાટક બધાને દેખાઈ રહ્યું હતું, જો કે હું તે સમયે ગૃહની અંદર ન હતો.” તેમણે કહ્યું, “હા, ચંદ્રાબાબુ નાયડુ હતાશામાં છે, તે માત્ર મને જ નહીં, પરંતુ રાજ્યના તમામ લોકો જાણે છે. રાજ્યની જનતાએ તેમને ખુલ્લેઆમ નકારી દીધા છે. તેમના કુપ્પમ મતવિસ્તારના લોકોએ પણ તેમને અકલ્પનીય રીતે નકારી દીધા છે. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે YSRC ધારાસભ્યોએ ચંદ્રાબાબુના પરિવારના સભ્યો (વિપક્ષના નેતા) વિશે કશું કહ્યું નથી.

આ પણ વાંચોઃ

Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">