Chandra Grahan 2021 : વર્ષના પહેલા ચંદ્રગ્રહણ બાદ ક્યારે આવશે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ ?

Chandra Grahan 2021: ચંદ્રગ્રહણના 15 દિવસ બાદ એટલે કે 10 જૂનના રોજ અમાસના દિવસે પહેલુ સૂર્ય ગ્રહણ થશે. જો કે આ ગ્રહણ ભારતમાં નહી દેખાય જેથી તે માત્ર ખગોળીય દ્રષ્ટીએ જ ખાસ રહેશે.

Chandra Grahan 2021 :  વર્ષના પહેલા ચંદ્રગ્રહણ બાદ ક્યારે આવશે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ ?
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 27, 2021 | 2:05 PM

Chandra Grahan 2021: 26મી મેના રોજ વર્ષ 2021નું પહેલુ ચંદ્ર ગ્રહણ દેખાયું. આ ચંદ્રગહણને (Chandra Grahan) સુપરમૂન અને બ્લડ મૂન કહેવામાં આવ્યુ. આ ગ્રહણ એટલે પણ ખાસ છે કે કારણ કે સુપરમૂન,બ્લડ મૂન અને પૂર્ણ ચંદ્ર ગ્રહણની ઘટના એક સાથે ઘટી છે.છેલ્લા છ વર્ષમાં સુપરમૂન અને પૂર્ણ ચંદ્ર ગ્રહણ એક સાથે નથી થયા. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ પૂર્વી એશિયા,ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં જોવા મળ્યું.

15 દિવસ બાદ દેખાશે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ 

એક જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આ ચંદ્રગ્રહણના  15 દિવસ બાદ એટલે કે 10 જૂનના રોજ અમાસના દિવસે પહેલુ સૂર્ય ગ્રહણ (Surya Grahan) આવશે. જો કે આ ગ્રહણ ભારતમાં નહી દેખાય. આ માત્ર ખગોળીય રીતે જ ખાસ રહેશે. ગયા વર્ષે આવી જ સ્થિતનું નિર્માણ થયુ હતું. જેમાં 15 દિવસમાં બે ગ્રહણ થયા હતા. જો કે દેશમાં ન દેખાવાને કારણે તેની અશુભ અસર પણ નહિ થાય. આ ગ્રહણ ઉત્તર અટલાન્ટિક મહાસાગર, ઉત્તર એશિયા, ઉત્તર પૂર્વ અમેરિકા, યુરોપમાં જોવા મળશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સાથે જ છેલ્લુ ચંદ્રગ્રહણ 19 નવેમ્બર 2021ના રોજ થશે. તેને ઉપછાયા ગ્રહણ માનવામાં આવી રહ્યું છે.આ આંશિક ચંદ્ર ગ્રહણ ભારત અને અન્ય દેશમાં દેખાશે. આપને જણાવી દઇએ કે જ્યારે ધરતી સંપૂર્ણ રીતે ચંદ્રમા અને સૂર્ય વચ્ચે આવી જાય છે, ત્યારે આ સ્થિતિને પૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવામા આવે છે. આવી સ્થિતિમાં ચંદ્ર લાલ રંગનો દેખાય છે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે.

ગ્રહણની શું અસર થઇ શકે છે ?

જ્યોતિષના જણાવ્યા પ્રમાણે 15 દિવસમાં 2 ગ્રહણ આવવાથી દુનિયામાં તેની અસર જોવા મળી શકે છે.  કુદરતી આપત્તિઓ અને વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે. આપને જણાવી દઇએ કે ભારે હવા, તોફાન, ભૂકંપ કે લેન્ડસ્લાઇડ થવાની સંભાવના છે. તદુપરાંત દેશમાં તણાવ અને ડરનો માહોલ પણ રહી શકે છે. દેશની સીમાઓ પર તણાવ વધવાની શક્યતા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">